- ભાવનગરમાં બીજા તબક્કાનું વેક્સિનેશન શરૂ
- વેક્સિનેશનનો પ્રારંભ મહિલા ડૉક્ટરે કરાવ્યો
- 300 વેક્સિનેશનનો ટાર્ગેટ
ભાવનગરના ફરિયાદકા ગામે ડૉક્ટર્સને વેક્સિન આપવામાં આવી
ભાવનગરઃ શહેર અને જિલ્લામાં બીજા તબક્કાનું વેક્સિનેશન કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાંસદ ભારતીબેને દત્તક લીધેલા ફરિયાદકા ગામે વેક્સિનેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આરોગ્ય કેન્દ્રના ડૉક્ટરે વેક્સિન લઈને શુભારંભ કરાવ્યો હતો.
બીજા તબક્કાના વેક્સિનેશનનો કરાયો પ્રારંભ
ભાવનગર શહેર જિલ્લામાં બીજા તબક્કાનો વેક્સિનેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના RCHO અને તેની નીચેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. RCHO ડૉ. રેવર અને ડૉ.ધવલ દવેની ઉપસ્થિતિમાં ફરિયાદકા ગામે પ્રથમ આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર મહિલાએ પ્રારંભ કરાવ્યો હતો. ત્યાર બાદ આશા વર્કર બહેનોએ વેક્સિનેશનમાં લાભ લેવાની શરૂઆત કરી હતી.
ભાવનગરના ફરિયાદકા ગામે ડૉક્ટર્સને વેક્સિન આપવામાં આવી બીજા તાબક્કામા ક્યાં વેક્સિનેશન કરાયું
ભાવનગર નજીકના વાળુકડ, વરતેજ અને ફરિયાદકા ગામે વેક્સિનેશનની વ્યવસ્થા જિલ્લા પંચાયતના આરોગ્ય કેન્દ્રો પર કરવામાં આવી હતી. જ્યાં એક સેન્ટર પર 100 એમ કુલ ત્રણ સેન્ટર પર 300 વેક્સિનેશનનો ટાર્ગેટ છે. જો કે, પ્રથમ તબક્કામાં વેક્સિનેશનમાં 600 માંથી 409 લોકોએ વેક્સિનેશન કરાવ્યું હતું.