મંદિરમાં સ્થાપિત શિવલિંગ નદી કાંઠેથી લવાયું અને વિશેષતા ભાવનગરઃશહેરની મધ્યમાં ટેકરી ઉપર આવેલું છે તખ્તેશ્વર મહાદેવનું મંદિર, જે દિર્ઘદ્રષ્ટિવાળા મહારાજાની પ્રજા પ્રત્યેની લાગણીને છતું કરે છે. ભાવનગરની મધ્યમાં આવેલા તખ્તેશ્વર મહાદેવની શરણમાં આવતા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે રજવાડાના સમયનું તખ્તેશ્વર મહાદેવના મંદિર દર્શન કરતાની સાથે જ 5 લાભ થાય છે. આ સાથે પણ કેટલીક મિનિટો ક્યાં જતી રહી તેનો ખ્યાલ નથી આવતો. શું છે મહત્વ અને રહસ્ય જાણીએ.
ઈતિહાસમાં મંદિરની સ્થાપનાની લોકવાયકા આ પણ વાંચોઃAmbaji Temple : અંબાજી મંદિરમાં મોહનથાળ અને ચિક્કીનો બંને પ્રસાદ મળશે, સરકારની સતાવાર જાહેરાત
તખ્તેશ્વર મહાદેવનું નિર્માણ અને ભક્તોની આસ્થાનું કેન્દ્રઃશહેરની મધ્યમાં વાઘાવાડી રોડ પાસે ટેકરી ઉપર આવેલું આરસના પથ્થરોથી બનેલું તખ્તેશ્વર મહાદેવનું મંદિર 131 વર્ષ જૂનું છે. શહેરના મહારાજા તખતસિંહજી વર્ષ 1893માં સ્થાપના કરી હતી. ઈંટ, ચૂનો કે પથ્થરનો ઉપયોગ કર્યા વગર તખ્તેશ્વર મહાદેવના મંદિરનું નિર્માણ કરાયું હતું. 131 વર્ષ જુના તખ્તેશ્વર મહાદેવની શરણમાં વહેલી સવારમાં ભક્તો દર્શન કરીને પોતાના દિવસનો આજે પણ વર્ષો પછી પણ પ્રારંભ કરીને પરંપરાને ભક્તો જાળવી રહ્યા છે.
તખ્તેશ્વર મહાદેવનું નિર્માણ અને ભક્તોની આસ્થાનું કેન્દ્ર ઈતિહાસમાં મંદિરની સ્થાપનાની લોકવાયકાઃભાવનગરના મહારાજા તખતસિંહજીએ તખ્તેશ્વર મંદિરના નિર્માણ પાછળની લોકવાયકા શું છે. તે મંદિરના પૂજારી સુરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, વર્ષ 1893માં લંડનથી અભ્યાસ કરીને પરત આવેલા મહારાજા તખતસિંહજીને બોટાદ નજીક મસ્તરામ બાપા સંતની મુલાકાત થઈ હતી. સંતને સાલ ઓઢાડતા સંતે સાલ નીચે મૂકીને ક્ષણભરમાં તેને ભસ્મ કરી દીધી હતી. આથી મહારાજાએ સંતને કહ્યું કાંઈ ભૂલ હોય તો કહો. ત્યારે સંતે કહ્યું કે, નામ છે એનો નાશ છે. આથી એવું કાર્ય કર, જેથી તારું નામ રહી જાય. આથી મહારાજા તખતસિંહજીએ ભાવનગરમાં વર્ષ 1893માં તખ્તેશ્વર મહાદેવની સ્થાપના કરી તેમજ તખતસિંહજી હોસ્પિટલ અને ધર્મશાળાની પણ સ્થાપના કરી હતી
મંદિરમાં સ્થાપિત શિવલિંગ નદી કાંઠેથી લવાયું અને વિશેષતાઃતખ્તેશ્વર મહાદેવના શિવલિંગ વિશે પૂજારી સુરેશગોસ્વામીએ જણાવ્યું હતું કે, મહારાજા તખ્તસિંહજીને સપનામાં મહાદેવ આવ્યા બાદ આ શિવલિંગ નર્મદાના કાંઠે હોવાનું દ્રશ્યમાન થતા નર્મદા જઈને ત્યાંથી શિવલિંગ મેળવીને ભાવનગર સ્થાપના કરી હતી. વર્ષ 1893માં ટેકરી ઉપર સ્થાપના કરી હતી. શિવલિંગ 2 રંગના છે અને શિવલિંગમાં વચ્ચે પીળા કલરની જનોઈ પણ દેખાય છે. જોકે, તખતેશ્વર મહાદેવની શરણમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં તેમની માનતા રાખવામાં આવે તો સંપૂર્ણ પરિપૂર્ણ થાય છે. તે પછી સમસ્યા કોઈ પણ ભલે કેમ ન હોય.
આ પણ વાંચોઃpavagadh mahakali temple: અંબાજી બાદ પાવાગઢ મંદિરે શ્રીફળ ન વધારવાનો નિર્ણય
મંદિરે દર્શનથી પાંચ લાભ પાકા થાયઃતખ્તેશ્વર મહાદેવના દર્શન કરવા પહોંચતા ભક્તોને 5 પ્રકારના લાભ થાય છે. પૂજારી સુરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, તખ્તેશ્વર મહાદેવના દર્શન કરતા પાંચ લાભો થાય છે. જ્યારે અન્ય મંદિરોમાં માત્ર 1 લાભ થતો હોય છે. આ પાંચ લાભોમાં જોઈએ તો, પ્રથમ વૉકિંગ થાય છે, બીજું ભાવનગરની પરિક્રમા થાય છે, ત્રીજું શુદ્ધ હવા મળે છે, ચોથું શિવજીના દર્શન થાય છે અને પાંચમું કે આવનારા ભક્તની અડધી કલાક એટલે કે 30 મિનિટ ક્યાં જતી રહે છે તેને ખૂદને ખ્યાલ રહેતો નથી. આ એક ચમત્કારી ઘટના છે. જોકે લાખો ભક્તો તખતેશ્વરના દર્શન આવે છે. ત્યારે રવિ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, તખતેશ્વર દાદાના દર્શન અમેરિકા લંડન રહેતા લોકો પણ અચૂક દર્શને આવે છે. શ્રાવણ માસમાં ભાવી ભક્તોની ભીડ રહે છે અને રૂદ્રાભિષેકથી લઈને અન્ય ધાર્મિક કાર્યો થાય છે.