- મજદૂર સંઘે વિવિધ માગો અને સરકારની નીતિના વિરોધમાં ધરણાં કર્યા
- પ્રદર્શન દેશવ્યાપી મજદૂર સંઘના સમર્થનમાં કરવામાં આવ્યા
ભાવનગર રેલવે મજદૂર સંઘ દ્વારા ધરણા પ્રદર્શન - મજદૂર સંઘ હેઠળ અનેક માંગોને પગલે વિરોધ કાર્યક્રમ
ભાવનગર: રેલવે મજદૂર સંઘ દ્વારા વિવિધ માગો અને સરકારની નીતિને પગલે વિરોધ વ્યક્ત કર્યો હતો. એક તરફ બજેટ ચાલુ હતું, ત્યારે મજદૂર સંઘે રેલવે વર્કશોપ બહાર ધરણાં પ્રદર્શન કર્યા હતા. તેમજ પોતાની માગણી રજૂ કરી હતી. ભાવનગર રેલવે મજદૂર સંઘ દ્વારા રેલવે વર્કશોપની બહાર ધરણા અને પ્રદર્શન દેશવ્યાપી મજદૂર સંઘના સમર્થનમાં કરવામાં આવ્યા હતા. મજદૂર સંઘ હેઠળ અનેક માગોને પગલે વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ભાવનગર રેલવે મજદૂર સંઘ દ્વારા ધરણા પ્રદર્શન ભાવનગર રેલવે મજદૂર સંઘ દ્વારા ધરણાં પ્રદર્શન
ભાવનગર રેલવે મજદૂર સંઘ દ્વારા ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ભાવનગર શહેરમાં આવેલા રેલવે વર્કશોપ ખાતે રેલવે મજદૂર સંઘે વિરોધ હેઠળ કાર્યક્રમ આપ્યો હતો. આર.જી.કાબર મજદૂર સંઘના નેતાની હાજરીમાં સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મજદૂર સંઘના કાર્યકર અને નેતાઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. ભાવનગર રેલવે વર્કશોપના દરવાજા પાસે મજદૂર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શનમાં ટ્રેનો વહેંચી દેવી તેમજ કર્મચારીઓના મળવા પાત્ર હક્કોને પગલે માગ કરવામાં આવી હતી. મજદૂર સંઘે સમગ્ર દેશમાં આજના દિવસે બજેટ સમયે વિરોધ પ્રદર્શન કરીને પોતાની માગ મુકી હતી.