- મહુવા નગરપાલિકા દ્વારા સ્ટેશન રોડ મેઘરાજ સિનેમા પાસે ડીમોલેશન હાથ ધરાયુ
- મહુવા નગરપાલિકા દ્વારા વૉર્ડ નં 1માં ડીમોલેશન હાથ ધરાયુ
- નોટિસ પિરિયડ બાદ ઓચિંતા ડીમોલેશનથી લોકોમાં દહેશતનો માહોલ
- સ્ટેશન રોડ મેઘરાજ સામે અને મિલની ચાલી વિસ્તારમાં થયું ડીમોલેશન
ભાવનગર: જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મહુવાના તમામ મેઈન વિસ્તારમાં કે જ્યાં દુકાનોની કિંમત 50 લાખથી વધુ હોય તેવા એરિયામાં કેબીનો રાખીને રસ્તામાં આડશ ઉભી કરી રસ્તા ટૂંકા કરીને દબાણ કરવામાં આવ્યું છે. આ લોકો દુકાનદારો કરતા પણ વધુ ધંધો કરતા હોય છે, ત્યારે આવા દબાણો દૂર કરવા મહુવાના સ્ટેશન રોડ અને યાર્ડ વાળા રસ્તા ઉપર તેમજ સર્કિટ હાઉસની આજુ બાજુ પણ આવા દબાણો પુષ્કળ થઈ ગયા હતા અને તેને લીધે આ રોડ ઉપર કાયમી ધોરણે ટ્રાફીકની સમસ્યા રહેતી હતી. કારણ કે એક તો કેબીનો વાળાનું દબાણ અને બીજા આડેધડ વાહન પાર્કિંગ જેને હિસાબે લોકો હેરાન થતા હતા.
આશરે 146 કેબીન બોર્ડ પડદા પાટીયા મોટા હોર્ડિંગ્સ તોડી પડાયા