ગુજરાત

gujarat

ETV Bharat / state

Bhavnagar News: H3N2 દર્દીના મૃત્યુ બાદ 20 હજાર લોકોનું સર્વેલન્સ, આરોગ્ય કેન્દ્રની કોરોનાના કેસ પર નજર - corona cases

ભાવનગર શહેરમાં કમોસમી વરસાદ વચ્ચે આવેલા H3N2 કેસ અને કોરોના કેસને લઈ મહાનગરપાલિકા સચેત બની ગઈ છે. H3N2 માં એકનું દર્દીનું મૃત્યુ થયા બાદ સર્વેલન્સનું કામ પુર જોશમાં ચલાવાઈ રહ્યું છે.કોરોનાના આવતા કેસ વચ્ચે મહાનગરપાલિકાની કામગીરી દિવસે દિવસે વેગ પકડી રહી છે. ઘરે ઘરે જઇને લોકોના સ્વસાથ્યની તપાસ કરવામાં આવી રહી છે.

Etv Bharat
Etv Bharat

By

Published : Mar 30, 2023, 2:46 PM IST

H3N2 દર્દીના મૃત્યુ બાદ 20 હજાર લોકોનું સર્વેલન્સ

ભાવનગર:ગુજરાતમાં મિશ્ર વાતાવરણના કારણે લોકો બિમાર પડી રહ્યા છે. બીજી બાજૂ કોરોના કેસમાં પણ ઉછાળો આવ્યો છે. જેને લઇને સરકાર અને આરોગ્ય તંત્ર દ્વારા તમામ કામગીરી કરવામાં આવી રહી છે. શહેરમાં H3N2નો કેસમાં એક દર્દીના મૃત્યુ બાદ ભાવનગર મહાનગરપાલિકા સજાગ બની ગઈ છે. કોરોનાના ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યા છે. H3N2ને પગલે સર્વેલિંગની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. મહાનગરપાલિકા દ્વારા H3N2ના મૃત્યુના કેસ બાદ મહાનગરપાલિકા એક્શનમાં આવ્યું હોવાનું જોવા મળી રહ્યું છે.

કોરોના કેસ:H3N2ના દર્દીનું મૃત્યુ બાદ હવે દર્દી ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોના કેસ આવી રહ્યા છે. સાથે H3N2ના 6 જેટલા કેસ આવ્યા હતા. જે પૈકી એકનું મૃત્યુ થયું હતું. હાલમાં પણ એક H3N2નો દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવારમાં છે. ત્યારે આરોગ્ય વિભાગના અધિકારી વિજય કાપડિયાએ જણાવ્યું હતું કે, હાલમાં ડેઇલી સર્વેલેન્સની કામગીરી કરવામાં આવી રહી છે. દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર ઓપીડીમાં કોરોનાના કેસને લઈને પણ ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો Bhavnagar corporation budget: શિક્ષણ વિભાગને મળતા ફંડમાં કાપ, કરોડોના બજેટમાં કેટલાક કામ પેંડિંગ

કોરોનાના ટેસ્ટિંગ: ભાવનગર શહેરમાં H3N2ના કેસમાં મૃત્યુ પામેલા 85 વર્ષીય વૃદ્ધ બાદ મહાનગરપાલિકા એક્શનમાં આવી ગઈ હતી. મહાનગરપાલિકા હાલમાં રોજના 20,000 જેટલા સર્વેલેન્સની કામગીરી કરી રહી છે. તેમાં જે પણ શંકાસ્પદ કેસ મળી આવે તેને સર ટી હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. આ સાથે આરોગ્ય કેન્દ્રમાં પણ કોરોનાના ટેસ્ટિંગની કામગીરી થઈ રહી છે. જેમાં A અને B ની કેટેગરીમાં આવતા દર્દીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવતી હોવાનું રોગ નિયંત્રણ આરોગ્ય વિભાગના અધિકારી વિજય કાપડિયાએ જણાવ્યું હતું.

મહાનગરપાલિકાની કામગીરી: ભાવનગર શહેરમાં હાલમાં કમોસમી વરસાદની સિઝન જતાની સાથે શરદી ઉધરસના 15 દિવસમાં 1572 કેસ અને તાવના 6979 કેસ અને ઝાડા ઉલ્ટીના 556 કેસ સામે આવ્યા છે. વાયરલ પગલે દર્દીઓનો વધારો થયો તે સમયે કોરોના અને H3N2ના કેસ ધીરે ધીરે સામે આવ્યા હતા. ત્યારે ભાવનગર મહાનગરપાલિકા તાવને પગલે શહેરી વિસ્તારમાં દવા છટકાવ અને પોરાનાશક દવાઓનો ઉપયોગ કરી રહ્યો હોવાનું રોગ નિયંત્રણ આરોગ્ય વિભાગના અધિકારી વિજય કાપડિયા જણાવ્યું હતું.

આ પણ વાંચો Bhavnagar Crime : રાજ્યના 51 મંદિરોમાં 11 વર્ષથી ચોરીનો હાથ ફેરો કરનાર ત્રિપુટી ઝડપાઈ

કેન્દ્ર પર ટેસ્ટિંગ:શહેરમાં આરોગ્ય કેન્દ્ર પર ટેસ્ટિંગ અને એક્શન ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા 14 આરોગ્ય કેન્દ્ર ઉપર રોજના 500 જેટલા કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. ત્યારે તેમાં પણ શંકાસ્પદ દર્દી મળી આવતા તેનું કોન્ટ્રેસિંગ કરીને તેના સેમ્પલને સર ટી હોસ્પિટલ મોકલી આપવામાં આવે છે. આમ કોરોના અને H3N2 બંને ઉપર નજર મહાનગરપાલિકા રાખી રહી છે. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 20 જેટલા કોરોનાના કેસ એક્ટિવ છે. જેમાં એક સારવારમાં છે જ્યારે અન્ય હોમ આઇસોલેશનમાં છે.

ABOUT THE AUTHOR

...view details