ગુજરાત

gujarat

ETV Bharat / state

મહુવાના ડુંગળીના કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવકનું મોત - bhavnagar police

મહુવાના ડુંગળીના કારખાનામાં મજૂરી કામ કરતા સમટે 20 વર્ષીય સુરેશ ચીમનભાઈ બારિયાને શોર્ટ વાગતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં અવ્યો હતો. ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

મહુવાના ડુંગળીના કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવકનું મોત
મહુવાના ડુંગળીના કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવકનું મોત

By

Published : Mar 5, 2021, 8:50 AM IST

Updated : Mar 5, 2021, 1:32 PM IST

  • યુવક મહુવાના ડુંગળીના કારખાનામાં નોકરી કરતો હતો
  • મૃતક યુવક 10 દિવસથી જ કામ ઉપર જતો હતો
  • મહુવાના હરિપરા રોડ ઉપર એક ડીહાઈડ્રેશનમાં શોર્ટ લાગતા યુવાનનું મૃત્યુ થયું

આ પણ વાંચોઃરાજકોટઃ લિફ્ટમાં વિજકરંટ લાગતા બે લોકોના મોત

ભાવનગરઃ જિલ્લાના મહુવાના કતપર ગામના સુરેશ બારિયા હરિપરાં રોડ ઉપર આવેલા ડુંગળીના કારખાનામાં મજૂરી કામ કરતા હતા. કારખાનામા કામ કરી રહ્યા હતા ત્યારે તેમને ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. તેમને મહુવા સરકારી દવાખાને લાવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. મૃતક સુરેશભાઇ 10 દિવસથી જ કામ ઉપર જતા હતા અને મોત આંબી ગયું હતું. આગળની તપાસ મહુવા પોલીસ ચલાવી રહી છે.

આ પણ વાંચોઃUGVCLની બેદરકારી, ઇડરના લાલપુર ગામે વીજ શોક લાગતા બે બાળકોના મોત

Last Updated : Mar 5, 2021, 1:32 PM IST

ABOUT THE AUTHOR

...view details