- મહુવા પંથકમાં વધુ 15 મરઘાના મોત
- મરઘાના મોતને લઇને તંત્ર દોડતું થયું
- મહુવા પંથકમાં 68 પોલ્ટ્રી ફાર્મ
ભાવનગરઃજિલ્લાનામહુવાના ગુંદરણામાં બર્ડ ફલૂના કેસ સામે આવ્યા બાદ મહુવાના કુંભણ ગામે 15 મરઘાના શંકાસ્પદ મોત નિપજ્યા છે. તાલુકાના કુંભણ ગામે મજીદભાઈ કાળુભાઇ મોગલના 15 મરઘાના મોત નિપજ્યા છે આ સમાચાર પ્રસરતા પશુપાલનની ટીમ સહિતના અધિકારીઓએ કુંભણ પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત બીજા મરઘાં અને આજુબાજુના પાલતુ મરઘાની પણ તપાસ શરૂ કરી સેમ્પલ સહિત રસીકરણની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટ આવ્યા બાદ કારણ જાણી શકાશે
પશુપાલન ડૉ. બલદાણીયાએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું કે, આ અલગ પ્રકારનો જ રોગ છે. બર્ડ ફલૂ કહી શકાય નહીં પણ અમે સેમ્પલ લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ નવા રોગમાં પણ સેમ્પલ લઇને રિપોર્ટ કરવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી વિશે જણાવી શકીશું.
રોજ બરોજ અસંખ્ય મરઘાં મરી રહ્યા છે