ગુજરાત

gujarat

ETV Bharat / state

કાર ટેન્કરમાં ઘૂસી ગઇ, કારચાલકનું કારમાં જ સળગી જઇ મોત

ભાવનગરના મહુવામાં આજે સવારે કાર એક્સિડન્ટમાં એક વ્યક્તિનું મોત (Death in Car Accident ) નીપજ્યું હતું. ભાવનગરના મહુવા ભાવનગર હાઈવે (Bhavnagar Mahuva Road )પર એક્સિડેન્ટની ઘટનામાં સવારમાં કારચાલકે કાબૂ ગુમાવતાં ટેન્કરમાં ઘૂસી ગઇ હતી. જે બાદ કારમાં આગ લાગી હતી. કારચાલકને બહાર આવવાનો મોકો ન મળ્યો અને કારમાં જ સળગીને મૃત્યુ (Car Driver Death by Burn in car)પામ્યો હતો.

કાર ટેન્કરમાં ઘૂસી ગઇ, કારચાલકનું કારમાં જ સળગી જઇ મોત
કાર ટેન્કરમાં ઘૂસી ગઇ, કારચાલકનું કારમાં જ સળગી જઇ મોત

By

Published : Jan 7, 2023, 3:55 PM IST

ડલી ચોકડીથી આગળ જતા જ કાર ટેન્કરને અથડાઇ અને આગ લાગી ગઇ હતી

ભાવનગર ભાવનગરના મહુવા શહેરની બહાર ભાવનગર હાઇવે (Bhavnagar Mahuva Road )પર કાર ચાલકે કાબૂ ગુમાવતા કાર સીધી ટેન્કરમાં જઇ (Death in Car Accident )અથડાઈ હતી. અથડાવાના મિનીટમાં કારમાં આગ ( Fire in Car ) લાગવાથી કારચાલક બહાર નીકળી શક્યો નહિ અને કારમાં મૃત્યુ (Car Driver Death by Burn in car)થયું હતું.

આ પણ વાંચોક્રિકેટર રિષભ પંતનો કાર અકસ્માતના CCTV ફૂટેજ આવ્યા સામે

કાર ધડાકાભેર ટેન્કર સાથે અથડાઇ ભાવનગર શહેરના મહુવાથી નજીક વડલી ચોકડીથી આગળ થોડે દૂર સવારમાં જ એક કાર ધડાકાભેર ટેન્કર સાથે અથડાઇ હતી. અથડાયાની મિનિટોમાં જ કારમાં આગ લાગી જવાને કારણે કારચાલક ભડથું (Death in Car Accident ) થઈ ગયો હતો. સમગ્ર ઘટનામાં ફાયર પહેલા 108 પહોંચી હતી. પરંતુ કારચલાકને બચાવી શકાયો ન હતો.

આ પણ વાંચો પેટ્રોલ ભરાવવા માટે આવેલી કારમાં અચાનક આગ લાગી, જૂઓ વીડિયો

કારચાલકનું કારમાં જ સળગી જઇ મોતભાવનગર જિલ્લાના મહુવાથી ભાવનગર (Bhavnagar Mahuva Road )આવતા માળીયા ગામના રહેવાસી ભરતભાઈ નાગોથા 38 વર્ષીય અને એસન્ટ કાર લઈને નીકળ્યા હતાં. ડીઝલ કાર લઈને નીકળેલા ભરતભાઇ વડલી ચોકડીથી આગળ જતા જ અચાનક સ્ટેરીંગ ઉપરથી કાબૂ ગુમાવતા સામેથી આવી રહેલા ટેન્કરમાં કાર ધડાકાભેર અથડાઈ ગઈ હતી. અથડાવાને કારણે આગ લાગવાથી ભરતભાઈ પોતાની કારની અંદર જ સળગવા (Death in Car Accident ) લાગ્યાં હતા. તેમને કારની આગમાંથી બહાર આવવાનો મોકો ન મળ્યો અને અંતે કારની અંદર જ સળગીને ભડથું (Car Driver Death by Burn in car)થઈ ગયા હતાં.

આગ લાગવાના સમયે ભરતભાઈની કોશિશમહુવાના વડલી ચોકડીથી આગળ સવારની 10 કલાકની ઘટનામાં ફાયર બ્રિગેડ પહેલા 108 પહોંચી ગઈ હતી. પરંતુ કાર સળગી ઊઠવાને કારણે અને કારચાલક ભરતભાઈ ઘણી કોશિશ કરવા છતાં દરવાજો લોક થઈ જવાથી બહાર નીકળી શક્યા (Death in Car Accident )નહીં અને કારની આગમાં જ તેમનો જીવ (Car Driver Death by Burn in car)ચાલ્યો ગયો હતો તેમ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. જો કે ઘટના બાદ પ્રથમ 108 પહોંચી હતી અને બાદમાં ફાયર બ્રિગેડ આવીને આગને બૂઝાાવી હતી. સમગ્ર ઘટના બાદ પોલીસ પણ ઘટના સ્થળ ઉપર પહોંચીને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી.

મહુલા કોલેજ રોડ પર કારમાં આગની ઘટના બની હતી ઉલ્લેખનીય છે કે મહુવામાં થોડાસમય પહેલાં કોલેજ રોડ પર એક કારમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં કાર બળીને ખાખ ( Fire in Car )થઇ ગઇ હતી. જોકે કારચાલકનો બચાવ થયો હતો. રસ્તા પર ચાલી રહેલી ગેસવાળી ગાડીમાં અચાનક આગ લાગી હતી. રસ્તા પર અવરજવર ન હોવાથી કોઇ વધુ જોખમ સર્જાયું ન હતું ગાડીમાં ઘડાકા થયા બાદ આગ લાગી હતી ત્યારે આસપાસમાં દોડધામ મચી હતી પણ કાચાલકની સૂઝબૂઝને પગલે કોઇ જાનહાનિ થઇ ન હતી.

ABOUT THE AUTHOR

...view details