ગુજરાત

gujarat

ETV Bharat / state

વાયુ વાવાઝોડાને કારણે મહુવા પંથકમાં કેળના પાકને ભારે નુકસાન, ખેડૂતે સહાયની કરી માંગ - BVN

ભાવનગરઃ મહુવા તાલુકાના પાંચથી છ ગામોમાં વાયુ વાવાઝોડાના કારણે કેળના વાવેતરમાં મોટું નુકસાન થયું છે. ખેડૂતોએ મહામહેનતે પકાવેલા કેળના પાકનું આશરે 500થી 700 વીઘામાં કેળનુ વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ વાયુ વાવાઝોડાના કહેરના કારણે 300 વિઘાથી પણ વધારે વિઘામાં નુકસાન જોવા મળી રહ્યું છે. સરકાર આ ગ્રમ્ય પંથકના વિસ્તારમાં જોવા પણ નથી, આવી ત્યારે ખેડૂતોએ સરકાર સમક્ષ સહાયની માંગ કરી છે.

સ્પોટ ફોટો

By

Published : Jun 17, 2019, 6:11 PM IST

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં વાયુ વાવાઝોડાની અસરના કારણે મહુવા તાલુકાના ખારી, ગળથર, બગદાણા જેવા આ ગામોમાં અંદાજે 300થી વધારે વિઘાથી વાધારે કેળના પાકને નુકસાન જોવા મળી રહ્યું છે. ખેડૂતોનુ માનવું છે કે, આ પાકને મહામહેનતે ઉછેરવામાં આવે છે, ત્યારે આ કુદરતી આફતના કારણે ખેડૂતોએ મહામહેનતએ પકાવેલા આ પાકને મોટું નુકસાન થયું છે. ત્યારે મહુવા પંથકના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો હાલ સરકાર પાસે સહાયની માંગ કરી રહીયા છે.

વાયુ વાવાઝોડાની અસરઃ

ખેડૂતો દ્વારા ડુંગળી, ઘઉં, જીરું, કપાસ, જેવા પાકો આકરી મહેનત કરવા છતાં પણ પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળતા નથી ત્યારે મહુવા પંથકના ખેડૂતો કેળની ખેતી તરફ વળ્યા હતા પરંતુ, કહેવત છે ને કુદરતી આફત સામે કોઈનું ચાલતું નથી. તેવુ જ મહુવાના ગ્રામ્ય પંથકમાં જોવા મળ્યું છે. મહુવાના પાંચ જેટલા ગામોમાં વાયુ વાવાઝોડાએ એવી તો કહેર મચાવી કે ખેડૂતોના ખેતરમાં રહેલા કેળાનો ઉભો પાક તહસ-નહસ થઇ ગયો છે અને આશરે 300થી વધુ વિઘામાં કેડના પાકનુ નુકસાન થયું છે.

ABOUT THE AUTHOR

...view details