ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં કોવિડ-19ના કેસ 2000ને પાર - ગુજરાત કોરોના અપડેટ

ભાવનગર શહેરમાં કોરોનાનો આંકડો 2000ને પાર પહોંચી ગયો છે. ત્યારે ભાવનગર શહેર જિલ્લામાં હાલ 40થી વધારે કેસ આવી રહ્યાં છે. ભાવનગર શહેરમાં એવરેજ 20થી 35 સુધીની રહે છે. કોરોનાને કારણે શહેરમાં લોકો ડર વચ્ચે આત્મનિર્ભર બની કામ ધંધાઓ અને વ્યવસાય કરી રહ્યાં છે.

covid-19 cases crossed 2000 in bhavnagar district
ભાવનગરમાં કોવિડ-19ના કેસ 2000ને પાર

By

Published : Aug 13, 2020, 9:38 PM IST

ભાવનગરઃ ભાવનગર શહેરમાં કોરોનાનો આંકડો 2000ને પાર પહોંચી ગયો છે. ત્યારે ભાવનગર શહેર જિલ્લામાં હાલ 40થી વધારે કેસ આવી રહ્યાં છે. ભાવનગર શહેરમાં એવરેજ 20થી 35 સુધીની રહે છે. કોરોનાને કારણે શહેરમાં લોકો ડર વચ્ચે આત્મનિર્ભર બની કામ ધંધાઓ અને વ્યવસાય કરી રહ્યાં છે.

ભાવનગરમાં કોરોના કેસ દિવસની એવરેજમાં વધી રહ્યાં છે. ભાવનગરમાં 13 ઓગસ્ટના રોજ 40 કેસો આવ્યા છે. મુખ્યપ્રધાને ભાવનગરમાં તંત્ર સાથે બેઠક યોજી હતી છતાં તંત્ર દ્વારા માત્ર નામ જાહેર નહીં કરવાની રણનીતિ બતાવે છે. જો કે આંકડા ઘટવા પાછળ કારણ શું છે ? આઇસોલેશન વોર્ડ ધીરે ધીરે ભરાઈ રહ્યો છે. ભાવનગર શહેરમાં અનલોકનો પ્રારંભ થયો હોવા છતાં કેસોની સંખ્યા વધી રહી છે. ભાવનગર જિલ્લાનો આંકડો 2014 પહોંચી ગયો છે. કોરોનાના કેસો દિવસમાં 20 ઓછામાં ઓછા છેલ્લા ઘણા સમયથી આવી રહ્યાં છે. 20થી લઈને 30 સુધી તો ક્યારેક 30ને પાર પોઝિટિવ દર્દીઓનો આંકડો વટી ચુકેલો છે.

શહેરના વિવિધ વિસ્તારમાંથી આવતા કેસોથી લોકોમાં ચિંતા અને ભય પણ જોવા મળી રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં કોરોના દર્દીઓ સામે આવી રહ્યાં છે. આજ 13 ઓગસ્ટના દિવસે 40 કેસ સાંજ સુધીમાં નોંધાઇ ચૂક્યા હતા. તો શહેરમાં ઘટતા આંકડા પાછળ તંત્ર સામે લોકો ગોલમાલની શંકા વ્યક્ત કરી રહ્યા છે. નામ જાહેર નહીં કરીને તંત્રએ લોકોની ચિંતા વધારી દીધી છે.

સૌથી આશ્ચર્યની વાત એ છે કે આંકડો સ્થિર થયો છે. કેસ શહેર જિલ્લામાં સીમિત થઈ ગયા છે. કેસ અચાનક ઓછા આવવવાથી લોકોમાં ગુસ્સો હતો કે આંકડા હવે છુપાવાઈ રહ્યાં છે. જો કે તંત્રએ અચાનક ટ્રાવેલ હિસ્ટ્રી અને નામો જાહેર કરવાનું બંધ કરવા પાછળનું કારણ દર્શાવ્યું નથી. આંકડો આજે 13 ઓગસ્ટએ 2014 પર ગયો છે. સ્વસ્થ થવાના કેસો વધી રહ્યા છે. મતલબ સાફ છે કે અંદર ખાને ચાલતી ક્યાંક ગોલમાલ જરૂર છે. અગાઉ 26 આવેલા કેસોમાં પણ સ્પષ્ટતા તંત્રએ કરી નથી કોઈ હિસાબ આપવામાં નહી આવ્યો હોય, ગોલમાલ હે ભાઈ ગોલમાલ હે જેવા શબ્દો લોકોના મુખે ચર્ચાઈ રહ્યા છે. લોકોની માંગ છે નામ જાહેર કરો તો બીજા જાગૃત રહે આવી સ્થિતિમાં લોકોને મરવા છોડી દીધા હોઈ તેમ લાગી રહ્યું છે. મુખ્યપ્રધાન પણ સ્મશાનની વ્યવસ્થા મામલે મનપાની જવાબદારી ગણાવે છે, તેનો મતલબ શું સમજવો કે મૃત્યુ દર વધારે છે અને આંકડામાં ઓછો ?


ભાવનગર સાથે જિલ્લામાં કેસ આવી રહ્યાં છે. ત્યારે ભાવનગર શહેરમાં કન્ટેન્ટમેન્ટ ઝોન નોંધાયેલા છે. કેસો 2014 આજદિન સુધી થઈ ચૂક્યા છે. ત્યારે ભાવનગર સર ટી હોસ્પિટલમાં તબીબોની ટિમ દ્વારા ત્રણ માસથી લઈને 92 વર્ષ સુધીના દર્દીઓને સ્વસ્થ કર્યા છે. ભાવનગરમાં આજદિન સુધીમાં 1408 દર્દીઓ સ્વસ્થ થયા છે તો 34 જેટલા દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. સર ટી હોસ્પિટલ સહિત ખાનગીમાં આેવેલા આઇસોલેશનમાં હાલમાં આશરે 432 જેટલા દર્દીઓ હજુ પણ સારવાર લઈ રહ્યાં છે. તો સ્વસ્થ થવાનો આંકડો 1542 પર પહોંચી ગયો છે. ભાવનગરમાં કોરોનાની સ્થિતિને પગલે પોલીસ દ્વારા માસ્ક ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે. સાથે લોકોને અંતર રાખવા અને હાથ વારંવાર સાફ કરતા રહેવાની સલાહો આપવામાં આવી રહી છે. ભાવનગરમાં 30થી 40 ની અંદર રહે છે ત્યારે લોકોમાં ચિંતા વધી રહી છે કે ગોલમાલમાં ક્યાંક તેઓ લપેટમાં ના આવી જાય પણ સવાલ એ છે કે આખરે તંત્ર આપતું આંકડા સત્ય છે કે પછી ?

ABOUT THE AUTHOR

...view details