એસટી અને કાર વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત
બ્રિજરાજસિંહ પરિવાર સાથે લગ્ન પતાવી મહુવા પરત ફરતાં નડ્યો અકસ્માત
મૂળ ધ્રાફાના વતની જાડેજા પરિવારના પતિપત્નીનું મોત
ભાવનગરઃ તળાજાના Talaja પસ્વી ગામ નજીકના ભયાનક વળાંકમાં આજે એસટી અને કાર વચ્ચે Accident અકસ્માત થતાં જાડેજા પરિવારના દંપતિનું મોત નીપજ્યું હતું. મૂળ જામનગર જિલ્લાના ધ્રાફાના વતની અને Mahuva Accident મહુવામાં આશાપુરા મોબાઈલ એસેસરીઝનો ધંધો કરતા બ્રિજરાજસિંહ હરિશ્ચંદ્ર સિંહ જાડેજા ઉ. વ. 35 અને તેમના પત્ની જાગૃતિબા બ્રિજરાજસિંહ જાડેજા ઉ. વ. 31 તેમજ તેમના પુત્ર કાવ્યરાજસિંહ ઉ. વ. 12 અને કીર્તિબા ઉ. વ. 9 સહપરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપી મહુવા પરત આવી રહ્યાં હતાં. ત્યારે તળાજા નજીક પસ્વી ગામના વળાંકમાં એસટી બસ સાથે ધડાકાભેર અથડાતા બ્રિજરાજસિંહ અને તેમના પત્નીનું Accidental Death ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે તેમના પુત્ર કાવ્યરાજસિંહ અને કીર્તિબાને ગંભીર ઇજા થતાં તળાજા રેફરલ હોસ્પિટલ અને ત્યાંથી ભાવનગર ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેમની સ્થિતિ નાજુક છે.