ભાવનગ શહેરના કુંભારવાડા જેવા પછાત વર્ગ વાળા વિસ્તારથી ગઢેચી વડલા સુધીના માર્ગમાં આવતા રસ્તા પરના મકાનોને પગલે નોટિસ પાઠવવામાં આવી છે. નોટીસને પગલે લોકો સાથે કોંગ્રેસ આવી પોહચી હતી અને ભાવનગર મહાનગરપાલિકાને આવેદન આપવામાં આવ્યું હતું.
ભાવનગરમાં દબાણ હટાવવાના મામલે કોંગ્રેસે આવેદનપત્ર પાઠવ્યું - ભાવનગર મહાનગરપાલિકા
ભાવનગરઃ શહેરમાં કુંભારવાડાથી વડલા સુધીના માર્ગમાં આવેલા રસ્તા પરના મકાનો દબાણમાં આવતા નોટિસો પાઠવી છે. જેને પગલે કોંગ્રેસે શાસકો પર ઘરના ઘરની વાતું કરતી સરકાર ઘરના ઘર નથી આપી શકતી એને છીનવવાનું કામ કરી હોવાના આક્ષેપ સાથે આવેદન પાઠવ્યું હતું.
કોંગ્રેસ મહિલા નગરસેવક પારુલબેન ત્રિવેદી અને કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી સાથે જોડાયા હતા. મનપાના કમિશ્નર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને કોંગ્રેસે આવેદન આપીને માંગ કરી હતી કે, લોકોના મકાન નહીં પરંતુ જેના કાચા આગળના બાંધકામ હોઈ તેને હટાવવામાં આવે. જો કે કોંગ્રેસે મનપાના એન્જીનીયર પર સવાલ ઉભો કર્યો હતો કે લોકોના ઘર તોડવા પડે તેવું કેવું આયોજન કહેવાય. શાસકોનો સાચો ખ્યાલ લોકોને આવ્યો છે અને અણઆવડત વગર આયોજન કરીને લોકોને ઘર આપી શકતા નથી પણ તોડી રહ્યાનો આક્ષેપ નગરસેવીકાએ કર્યો હતો.