ગુજરાત

gujarat

ETV Bharat / state

કંસારા શુદ્ધિકરણના લોલીપોપ વચ્ચે કોંગ્રેસની પદયાત્રા, ભાજપના જ MLAએ કર્યા હતા સવાલ - પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર ત્રિવેદી

ભાવનગર પૂર્વના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર ત્રિવેદીએ કંસારા મુદ્દે 22 વર્ષમાં એક ઈંટ નહીં મુકતા પોતાના કાર્યકાળમાં આપેલા પૈસાનો હિસાબ માંગ્યો હતો. જેથી ભાજપ વિવાદમાં આવી ગયું છે. કોંગ્રેસે મુદ્દો પકડીને કંસારા મામલે પદયાત્રા કાઢી અને સત્તામાં આવશે તો શુદ્ધિકરણ અને રિવરફ્રન્ટ બનાવવાની જાહેરાત કરી છે.

કંસારાને લઈ કોંગ્રેસ દ્વારા પદયાત્રા કાઢવામાં આવી
કંસારાને લઈ કોંગ્રેસ દ્વારા પદયાત્રા કાઢવામાં આવી

By

Published : Jan 27, 2020, 3:21 PM IST

કંસારા: ભાવનગર કંસારા શુદ્ધિકરણનો મામલો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે. આવનાર મહિનાઓમાં મનપાની ચૂંટણી છે, ત્યારે ભાજપના પૂર્વ ધારાસભ્યએ કંસારા મામલે ભાજપ શાસકો સામે સવાલો ઉભા કર્યાં હતાં. જે બાદ કોંગ્રેસે કંસારા પદયાત્રા યોજીને રાજકારણ આરંભી દીધું છે.

ભાવનગર કોંગ્રેસે ભાજપના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર ત્રિવેદીએ તેમના કાર્યકાળ દરમિયાન દર વર્ષે રૂપિયા 25 લાખની રકમ ફાળવી હતી. આ રૂપિયા 25 લાખ ક્યાં ગયા તેવા પ્રશ્ન સાથે કોર્ટમાં ઘા જીકીને જીપીસીબી પાસે જવાબ માંગ્યો હતો.

પૂર્વ ધારાસભ્યએ જણાવ્યું હતું કે, કંસારાની આજની હાલત એવી છે કે 8 કિલોમીટર શહેરમાંથી નીકળતી કંસારા નદી નાળામાં પરિવર્તિત થઈ ગઇ છે. નાળાના કાંઠે રહેતા અંદાજે 3 લાખ લોકો પ્રભાવિત થાય છે. જેમના આરોગ્ય સાથે 22 વર્ષથી માત્ર રમત રમાઈ રહી છે. 22 વર્ષથી ભાજપ કંસારા શુદ્ધિકરણ અને રિવરફ્રન્ટની લોલીપોપ આપે છે. જેમાં આજદિન સુધી કશું થયું નથી..

આ મુદ્દે કોંગ્રેસે પદયાત્રા કાઢી હતી. જેમાં કોંગ્રેસના નેતાઓ અને મનપા વિપક્ષ નેતા ઉપસ્થિત રહ્યાં હતા. કોંગ્રેસે જણાવ્યું હતું કે, જો કોંગ્રેસ સત્તામાં આવશે તો શુદ્ધિકરણ અને રિવરફ્રન્ટ બનાવશે.

ABOUT THE AUTHOR

...view details