ગુજરાત

gujarat

By

Published : Jan 10, 2021, 5:54 PM IST

Updated : Jan 10, 2021, 8:48 PM IST

ETV Bharat / state

તંબોલી કંપનીના માલિક પર દુષ્કર્મના આક્ષેપની નોંધાઇ અરજી, પોલીસ તંત્ર સામે પણ સવાલ

ભાવનગર શહેરના તંબોલી કાસ્ટિંગ કંપનીમાં એક યુવતી ઇન્ટેનશીપ કરવા માટે આવી હતી અને 2020 ઓગસ્ટમાં તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની તેને ગાંધીનગર ખાતે અરજી આપવામાં આવી હતી. આ અરજીને ભાવનગર ટ્રાન્સફર કર્યા બાદ પોલીસે કાયદેસર કાર્યવાહી કરવા કામે લાગી હતી.

તંબોલી કંપનીના માલિક પર દુષ્કર્મના આક્ષેપની નોંધાઇ ફરિયાદ, પોલીસ તંત્ર સામે પણ સવાલ
તંબોલી કંપનીના માલિક પર દુષ્કર્મના આક્ષેપની નોંધાઇ ફરિયાદ, પોલીસ તંત્ર સામે પણ સવાલ

  • તંબોલી કાસ્ટિંગ કંપનીમાં યુવતી સાથે ગેરવર્તન
  • યુવતી સાથે તંબોલી કાસ્ટિંગ કંપનીના માલિકે દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ
  • ભાવનગર પત્રકાર પરિષદ યોજીને યુવતીએ અને તેના વકીલે માહિતી આપી

ભાવનગરઃ શહેરના તંબોલી કાસ્ટિંગ કંપનીમાં એક યુવતી ઇન્ટર્નશીપ કરતી હતી. 2020 ઓગસ્ટમાં આ યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાની તેને ગાંધીનગર ખાતે અરજી આપવામાં આવી હતી. જે અરજી ભાવનગર ટ્રાન્સફર કર્યા બાદ પોલીસે કાયદેસર કાર્યવાહી કરવા પોલીસ કામે લાગી હતી. અરજી એવી છે કે, તંબોલી કંપનીના માલીકે દુષ્કર્મ આચર્યું હતુ અને DSP જેવા અધિકારીએ સહકારના બદલે ડરાવતા હતા અને ગાંધીનગર CID ક્રાઈમ બ્રાન્ચમાં અરજી કરવી પડી છે. ભાવનગર પત્રકાર પરિષદ યોજીને યુવતીએ અને તેના વકીલે માહિતી પૂરી પાડી હતી.

તંબોલી કંપનીના માલિક પર દુષ્કર્મના આક્ષેપની નોંધાઇ ફરિયાદ, પોલીસ તંત્ર સામે પણ સવાલ

ભાવનગરનો તંબોલી પરિવાર ફરી વિવાદમાં

ભાવનગરનો તંબોલી પરિવાર ફરી વિવાદમાં આવ્યો છે. તંબોલી કાસ્ટિંગ લિમિટેડમાં 6 મહિના માટે ઇન્ટર્નશીપ કરવા આવેલી એક યુવતીએ તંબોલી ઇન્ડસ્ટ્રીઝના તંબોલી કંપનીના માલીક સામે ગાંધીનગર CIDમાં અરજી દાખલ કરીને DSP સહિત તંબોલી પરિવારના વૈભવ તંબોલી સામે આક્ષેપો કર્યો છે.

શુ બનાવ અને શું આક્ષેપ વિદેશી યુવતીનો

ભાવનગરના તંબોલી કાસ્ટિંગ ઇન્ડસ્ટ્રીઝમાં 6 માસના ઇન્ટર્નશીપ માટે આવેલી 29 વર્ષીય યુવતીને કંપનીમાં હતી. આ યુવતીએ ગાંધીનગર CID ક્રાઈમ બ્રાન્ચમાં તંબોલી કાસ્ટિંગ ઇન્ડસ્ટ્રીઝના માલિક સામે શારીરિક અડપલાં અને દુષ્કર્મ આચર્યું હોવાની અરજી કરી હતી, ત્યાર બાદ તેમને અરજી પણ દાખલ કરી હતી. આ ઘટના વિશે તેમને પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતુ. યુવતીના વકીલ રાહીલ જૈન પણ સાથે રહ્યા હતા. અને યુવતીએ પ્રેસ કોન્ફરન્સ દુષ્કર્મ આચર્યા મામલે કોઇ સ્પષ્ટતા કરી ન હતી, ત્યારે તેમના વકીલે જણાવ્યું હતું કે, 375(2) કલમ પ્રમાણે અડપલાં એક દુષ્કર્મનો ભાગ જ માનવામાં આવે છે.

ભાવનગરમા તંબોલી કાસ્ટિંગની ઘટના

તંબોલી કાસ્ટિંગની કંપનીની ઘટના કંપનીની કામગીરીનો રિપોર્ટ મેહુલ તંબોલીને કરવાનો હોય છે, પણ તારીખ 27/8/2020 રોજ વૈભવ તંબોલીએ યુવતીને પોતાની કેબિનમાં બોલાવી હતી અને બાદમાં પોતે પોતાનો રોપ જાડવા યુવતીને જણાવવા લાગ્યા હતા અને યુવતી કેબિનમાં બેસાડી હતી. તેની સાથે તંબોલી કાસ્ટિંગ કંપનીના માલીકેગેરવર્તન કર્યુ હતુ. આ બાબતે ગભરાયેલી યુવતી હિંમત કરીને બહાર નીકળી હતી. ગભરાયેલી હોવા છતાં ડીએસપીની મુલાકાત દરમિયાન તેને બધું વાત જણાવી હતી, પણ DSPએ આ બાબતે કશું નહીં કરવાની સલાહ આપી હતી. આથી ન્યાય મેળવવા અંતે તેને પ્રથમ અરજી ગાંધીનગર CIDમાં ઓનલાઇન કરી હતી, તેમ છતા કશું નહીં થતા રૂબરૂ જઈને અરજી દાખલ કરી હોવાનું પત્રકાર પરિષદમાં અને આપેલી પત્રકારોને પ્રેસ નોટમાં જણાવ્યું હતું.

યુવતી સામે શું અરજી વૈભવ તંબોલીની અને DSP મામલે ASPનો ખુલાસો

યુવતીએ ગાંધીનગર અરજી કરે તે પહેલાં વૈભવ તંબોલીએ વિદેશી યુવતીના આધાર ખોટા હોવાની અરજી ભાવનગરની SOGમાં કરી હતી. ત્યારે બાદ યુવતીનું નિવેદન લેવા પણ ડીએસપી સુધી જવું પડ્યું હતું અને ત્યારે તેને આ વાતચીત તેની સાથે બનેલા બનાવની કરી હોવાનું જણાવ્યું છે. જોકે, ડીએસપીનો ઉલ્લેખ પત્રકારોને અપાયેલી પ્રેસ નોટમાં હોવાથી એએસપી સફીન હસનએ જણાવ્યું હતું કે, અમને ગાંધીનગર સીઆઇડી તરફથી અરજી મળી છે અને અમે અરજી આપનારને શોધી રહ્યા છીએ. ડીએસપીના નામ બાબતે એએસપીએ જણાવ્યું હતું કે, યુવતી અંગ્રેજી ભાષા સિવાય જાણતી નથી અને અમને મળી નથી પણ તેને પત્રકારોને આપેલી પ્રેસનોટમાં ઉલ્લેખ કર્યો છે. આ અરજીનો ભાગ છે, પણ યુવતી મળે તો અમે કશું કહી શકીએ તેમ જણાવ્યું હતું.

વિદેશી મહિલાએ મોડી અરજી દાખલ કરવા બાબત શું જણાવ્યું

આ બનાવ બાદ ગભરાયેલી યુવતીએ તેની માતાનો સંપર્ક કરવા માગતી હતી પણ બનાવ બાદ તુરંત થયો નહી અને તેને ઘર ખાલી કરવા કંપનીએ જણાવી દીધું પોતાની માતાનો સંપર્ક નહીં થવાથી તેને ઇ-મેઇલ 30/8/2020ના રોજ કર્યો અને જવાબ 31 તારીખે આવ્યા બાદ સંપર્ક થયો ડિપ્રેશનમાં આવતા યુવતીને તેની માતાએ સાયકોલોજીસ્ટ પાસે જવાનું જણાવ્યું હતું. જે બાદ તેને ત્યાથી દવા પણ લીધી હતી. યુવતીને મરવાના વિચાર આવતા હતા. યુવતીને વૈભવ તંબોલી ધમકીઓ આપી દેશ છોડવા જણાવ્યું હતુ, જો નહીં માને તો ખોટા પોલીસ કેસ કરીને ફસાવવાની ધમકીઓ મળતી હતી. તેથી યુવતીએ હાલમાં ડરના ઓથાર નીચે પણ અરજી આપવાનું નક્કી કર્યું અને ન્યાય મેળવવા મથામણ કરી છે. ગાંધીનગરમાં અરજી આપ્યા બાદ આ અરજી ભાવનગર ટ્રાન્સફર થતા પોલીસે અરજી આપનારને શોધી રહી હોવાનું જણાવી રહી છે.

Last Updated : Jan 10, 2021, 8:48 PM IST

ABOUT THE AUTHOR

...view details