ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં મુખ્યપ્રધાને કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કર્યું, કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા

ભાવનગરની કેન્સર હોસ્પિટલનું વર્ષો પછી મુહૂર્ત કરવામાં આવ્યું અને મુખ્યપ્રધાન લોકાર્પણ કરવા આવી પોંહચ્યા હતા. વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ભાવનગર કેન્સર હોસ્પિટલના લોકાર્પણમાં આવીને હાજરી આપી હતી. કોરોના સામે એક તરફ ધાર્મિક સ્થાનોએ પોલીસે કોરોના ગાઈડલાઈન ભંગ બદલ ફરિયાદ દાખલ કરવાની શરૂઆત કરી છે. સરકારી તંત્ર કાર્યક્રમ કરીને મુખ્યપ્રધાનની હાજરીમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાડી રહ્યું છે. ત્યારે પ્રજા પાસે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો દંડ લેવો કેટલો વ્યાજબી માની શકાય. જો કે, પ્રજા મૌન બની બધું જ જોઈ રહી છે તે નેતાઓએ ભૂલવું ના જોઈએ.

મુખ્યપ્રધાને કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કર્યું
મુખ્યપ્રધાને કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કર્યું

By

Published : Jul 21, 2021, 2:34 PM IST

  • ભાવનગરની કેન્સર હોસ્પિટલનું મુહૂર્ત કરવામાં આવ્યું
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યું કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ
  • કાર્યક્રમમાં માસ્ક વગર અને અને સોશિયલ ડિસ્ટનસના તો ધજાગરા ઉડ્યા

ભાવનગર : કેન્સર હોસ્પિટલનું વર્ષો પછી મુહૂર્ત આવ્યું અને સરકારે વર્ષો પહેલાં કરેલી જાહેરાતને હવે જમીન પર ઉતારી છે. કોરોનાકાળમાં એક તરફ પ્રજાને ગાઈડલાઈનના નામે દંડ જીકીને પોલીસ ફરિયાદ કરવામાં આવે છે. ત્યારે એ જ સરકાર લોકો ભેગા કરીને મેળાવડા કરી રહી છે. સત્તા આગળ ડહાપણ નકામું બસ એવું જ કંઈક બની રહ્યું છે અને પ્રજા મૌન બની સબ ખેલ જોઈ રહી છે.

કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા

આ પણ વાંચો : સુરતમાં 80 લાખના ખર્ચે નવનિર્માણ પામેલા પાંડેસરા પોલીસ મથકનું ગૃહ રાજ્ય પ્રધાનના હસ્તે ઉદ્ધાટન

ભાવનગરમાં કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ

સત્તામાં આવેલા શાસકો છેલ્લા દસ વર્ષથી કેન્સર હોસ્પિટલની વાતો કરી રહ્યા છે. આ કેન્સર હોસ્પિટલની સુવિધા દસ વર્ષ પછી જમીન પર આવી છે. મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. મુખ્યપ્રધાન ભાવનગર પોંહચીને કેન્સર હોસ્પિટલ અને મહાનગરપાલિકાના પ્રધાનમંત્રી આવાસ સહિત મળીને કરોડોના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે શિક્ષણ પ્રધાન વિભાવરી દવે, જીતુ વાઘાણી અને સ્થાનિક નેતાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા

ધાર્મિક સ્થાનમાં મેળવડાની પગલે ફરિયાદ નોંધાઇ, બીજે દિવસે સરકારી કાર્યક્રમમાં મેળાવડો

ભાવનગરમાંન મુખ્યપ્રધાનના આગમન પહેલા એક દિવસ અગાઉ દાદા સાહેબ જૈન દેરાસરમાં 200થી વધુ ભક્તો એકઠા થયા અને માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સ નહિ હોવાને પગલે અને મંજૂરી નહિ હોવાથી કોરોનાના ગાઈડલાઈનના જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ દાખલ કરી હતી. સંચાલક સામે કાર્યવાહી કરવામાં આવી અને બીજા દિવસે મુખ્યપ્રધાનના આગમન માટે સરકારી તંત્રએ લોકાર્પણ માટે મેળાવડો કર્યો હતો.

કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા

આ પણ વાંચો : Science City: રોબોટિક્સ ગેલેરીમાં લોકોને જાતે જમવાનું બનાવી જમાડી રહ્યા છે રોબોટ્સ

કિસ્સો નહિ જેમાં નેતાની સામે કોઈ ફરિયાદ નોંધાઇ હોય

નેતાઓ, આવેલા આગેવાનો, મહેમાનો અને મુખ્યપ્રધાનના આગમન સમયે પાછળ ફરતું ટોળું ક્યાંય કોરોના ગાઈડલાઈનનો ભંગ નથી તો શું છે ? ત્યારે પ્રજાને દંડતા પહેલા સરકારમાં બેઠેલા નેતાઓ અધિકારીઓએ પાલન કરવું જોઈએ અને ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા જોઈએ. માત્ર પ્રજાને મહામારી નડી રહે છે ? આવા સવાલો લોકોમાં ઉભા થયા છે. કારણ કે, હમણાં ગયેલી ચૂંટણીમાં પણ નેતાઓએ જ લોકોના મેળવડા કર્યા અને માસ્કના દંડ પ્રજા પાસે ઉઘરાવ્યા છે. અત્યાર સુધીમાં એવો કિસ્સો સામે નથી આવ્યો કે, કોઈ નેતાની સામે કોઈ ફરિયાદ નોંધાઇ હોય તો પ્રજા પર આર્થિક અને કાયદાકીય ડામ શા માટે ?

કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details