જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ હેઠળ 355 ચેકડેમો આવેલા છે. જેમા 10 તાલુકાઓમાં અલગ-અલગ જગ્યાઓ પર આવેલા આ ચેકડેમો અતિ રમણીય અને સુંદર લાગી રહ્યા છે. જેનું કારણ છે કે, ચાલુ વર્ષે અતિ સારા વરસાદને લઇ તમામ તાલુકા મથકો પર 100 ટકા કે તેથી વધુ વરસાદ પડતા આ વિસ્તારના ચેકડેમો ભરાઇ ગયા હતા. ચેકડેમો ભરાઈ જતા તેનો ફાયદો ખેતી અને લોકોને પણ થઇ રહ્યો છે. પાણીના તળ ઊંચા આવી જતા પીવાના પાણીની સમસ્યા પણ સાવ હળવી બની છે તો ખેડૂતો પોતાના ખેતરોમાં રહેલા પાકને પાણી પાવા પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં ચેકડેમો અને તેની સ્થિતિ પર નજર કરીએ.
ભાવનગર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ હસ્તકના 80 ટકાથી વધુ ચેકડેમો ભરાયા - latest news in bhavnagar
ભાવનગરઃ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ હેઠળના મોટાભાગના ચેકડેમો ચોમાસાના વરસાદના કારણે ઓવરફલો થઇ જતા તંત્ર તેમની કામગીરીથી ખુશખુશાલ જોવા મળી રહ્યું છે. ભાવનગર જિલ્લાના 10 તાલુકાઓમાં 80 ટકાથી વધુ ચેકડેમો ભરાઈ ગયા છે. જ્યારે બાકીના 20 ચેકડેમો જર્જરિત અથવા રીપેરીંગની જરૂરિયાત વાળા હોવાથી તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરી તેનું સમારકામ કરી આવનારા સમયમાં ભરી શકાય તે અંગેની કામગીરી હાથ ધરી છે.
ચેકડેમોને લઇ જળસંચય સાથે સંકળાયેલા લોકોને આ બાબતે પૂછતાં તેઓ પણ રાજ્યસરકાર દ્વારા આ વર્ષે જે રીતે ચેકડેમો ઊંડા ઉતારવા સહિતની કામગીરી કરવામાં આવી છે તેની સરાહના કરી રહ્યા છે. સાથે સાથે જે ચેકડેમો જર્જરિત કે અતિ વરસાદના કારણે તૂટી ગયા છે તેને વહેલી તકે રીપેર કરવામાં આવે અને ચેકડેમો થકી રાજ્યમાં પાણીની સમસ્યાના નિવારણમાં સરકાર મહત્વના પગલા ભારે તે જરૂરી છે.
જળ એ જીવન છે. અને તેનો યોગ્ય ઉપયોગ અને તેની બચત કરવી ખૂબ જરૂરી છે. પાણીનો બિનજરૂરી પાણીનો વેડફાટ પણ ન થાય તેની તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે.