ગુજરાત

gujarat

By

Published : Nov 9, 2022, 8:52 AM IST

ETV Bharat / state

એક જ પરિવારના 6 સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત, ભાવનગર અમદાવાદ હાઈવે બન્યો કાળમુખો

ભાવનગર અમદાવાદ હાઈવે (ahmedabad bhavnagar highway) પર એક કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત (car st bus accident) સર્જાયો હતો. તેના કારણે એક જ પરિવારના 6 સભ્યોને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારે આ તમામ ઈજાગ્રસ્તોને ભાવનગરની હોસ્પિટલમાં (sadvichar hospital bhavnagar) ખસેડવામાં આવ્યા હતા.

એક જ પરિવારના 6 સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત, ભાવનગર અમદાવાદ હાઈવે બન્યો કાળમુખો
એક જ પરિવારના 6 સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત, ભાવનગર અમદાવાદ હાઈવે બન્યો કાળમુખો

ભાવનગરરાજ્યના હાઈ વે પર ગંભીર અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે હવે ભાવનગર અમદાવાદ હાઈવે (ahmedabad bhavnagar highway) પર ધોલેરા પાસે કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેના કારણે એક જ પરિવારના 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. દિવાળી પછી અનેક અકસ્માત (car st bus accident) આ રોડ પર થઈ ચૂક્યા છે.

ધોલેરા તાલુકાના મુંડી ગામ નજીક કાળમુખી એસ.ટી.બસ સાથે કાર ધડાકાભેર અથડાતાં કારનો (car st bus accident) કચ્ચરઘાણ નીકળી ગયો

ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં દાખલ જિલ્લાના ભદ્રાવડ ગામના એક જ પરિવારના 6 લોકો કાર લઈ દિવાળી વેકેશન પૂરું કરી વતનમાંથી સુરત જવા રવાના થયો હતો. તે દરમિયાન ભાવનગર અમદાવાદ રોડ (ahmedabad bhavnagar highway) પર ધોલેરા તાલુકાના મુંડી ગામ નજીક કાળમુખી એસ.ટી.બસ સાથે કાર ધડાકાભેર અથડાતાં કારનો (car st bus accident) કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારમાં સવાર 4 સગી બહેનો, માતાપિતા સહિત 6 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા 108 મારફતે ભાવનગર સદવિચાર હોસ્પિટલ ખાતે (sadvichar hospital bhavnagar) દાખલ કરવામાં આવ્યા (Bhavnagar Latest News) હતા.

રોડ પર સાઈનબોર્ડ ન હોવાથી થાય છે અકસ્માત ઉલ્લેખનીય છે કે, ભાવનગર અમદાવાદ રોડ (ahmedabad bhavnagar highway) પર અનેક વળાંક આવેલા છે. તંત્ર દ્વારા સાઈન બોર્ડ ના મારતા અનેક જિંદગી હોમાઈ ચૂકી છે. તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવે તો આવનારા સમયમાં અનેક રાહદારીના જીવ બચી શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details