ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગર લોકસભા બેઠક પર ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું

ભાવનગર : શહેરના ઓમ પાર્ટી પ્લોટ ખાતે ભાજપનું વિજય સંકલ્પ સંમેલન મળ્યું હતું. જેમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, શિક્ષણ પ્રધાન અને પ્રભારી પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કેબિનેટ રાજ્ય પ્રધાન જયેશ રાદડિયા, વિભાવરી દવે, સંગઠન પ્રભારી મહેશ કસવાલા, ઉમેદવાર ભારતી શિયાળ, જિલ્લા અધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, શહેર અધ્યક્ષ સનત મોદી, લોકસભા સીટના ઇન્ચાર્જ હર્ષદ દવે, સહ ઇન્ચાર્જ હરુ ગોંડલીયા, પૂર્વ સાંસદ રાજુ રાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

By

Published : Mar 25, 2019, 4:21 PM IST

સ્પોટ ફોટો

કાર્યક્રમના ઉત્સાહભર્યા માહોલમાં વિજય માટેના સંકલ્પ સાથે લોકસભા જીતવાના નિર્ધાર વ્યકત કરતા સમગ્ર પાર્ટી પ્લોટ 'ભારત માતાના જય ઘોષ' અને 'મોદી હે તો મુમકીન હે'ના નારાથી ગુંજી ઉઠ્યો હતો. સમગ્ર વાતાવરણ વાયબ્રન્ટ અને ચૂંટણીલક્ષી બનતા કેસરિયા વાતાવરણમાં ભાજપનો વિજય નિશ્ચિત બન્યો હતો.

ભાવનગર લોકસભા બેઠક પર ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભવોએ કાર્યકર્તાઓમાં જોશ ભરતા પ્રચંડ લીડથી લોકસભા સીટ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details