અલંગ પોર્ટ પર બે દિવસ કામ બંધ ભાવનગર: બિપરજોય વાવાઝોડાને પગલે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ બે દિવસ માટે બંધ રાખવામાં આવ્યું છે. જિલ્લાના દરિયામાં વાવાઝોડાને પગલે કરંટ ઘટ્યો છે.પવનની ગતિ મંદ પડી છે ત્યારે અલંગમાં જહાજ કાપવાનો મોટો વ્યવસાયમાં હજારો મજૂરો કામ કરી રહ્યા છે. તંત્ર દ્વારા અલંગમાં સંપૂર્ણ સુરક્ષાની વ્યવસ્થા કરેલી છે.
બે દિવસ કામગીરી બંધ:ભાવનગર જિલ્લાનું અલંગ એશિયાનું સૌથી મોટી શિપ બ્રેકીંગ યાર્ડ છે ત્યારે અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં તારીખ 14 અને 15 બે દિવસ બંધ રાખવામાં આવ્યું છે. જહાજ ઉપર કટિંગ માટે કામગીરી બંધ રાખવામાં આવી છે. દરિયામાં કરંટ અમાસ પૂનમમાં હોઈ તેવો સામાન્ય કરંટ જોવા મળી રહ્યો છે.અલંગમાં આશરે 20 હજારથી વધુ મજૂરો મજૂરી કરી રહ્યા છે. અલંગ પોર્ટ ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. યાર્ડમાં પ્લોટમાં જમીન ઉપરના કામો કરવામાં આવી રહ્યા છે પરંતુ જહાં ઉપર કાપવાનું બંધ રાખવામાં આવ્યું છે. તારીખ અને 14 અને 15 પ્લોટ સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યા છે.
'ગઈકાલે હું ડીડીઓ, પ્રાંત અધિકારી, મામલતદાર વગેરે અલંગમાં પોર્ટની મુલાકાત લીધી હતી. પોર્ટની કામગીરી પણ જોઈ હતી. વેસલમાં કામ ચાલી રહ્યું નથી પરંતુ નીચે જમીન ઉપર સાફ-સફાઈ વગેરે જેવા કામો કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે પાણીનું સ્થર બે મીટર ઊંચું હતું તે આજ સવારમાં ઘટી ગયું હોવાનું જણાવ્યું છે.'-આર.કે મહેતા, કલેકટર, ભાવનગર
અલંગમાં તૈયારીઓ કરવામાં આવી:અલંગમાં ખોલીઓમાં રહેતા મજૂરોને પગલે સ્થાનિક તંત્ર દ્વારા જરૂર પડે તો ખસેડવા માટેની પણ વ્યવસ્થાઓ કરી લેવામાં આવેલી છે. રેડ ક્રોસ સોસાયટી તેમજ ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર પ્રાથમિક રહેવા માટેની ભોજન માટેની વ્યવસ્થાઓ કરેલી છે. જરૂરિયાત જણાય તો ખોલીઓમાંથી મજૂરોને ખસેડવામાં પણ આવી શકે છે. પરંતુ જે રીતે હાલમાં વાવાઝોડું કચ્છ તરફ ધકેલાયું છે અને અસર ઓછી થતી જાય છે તેને પગલે સ્થાનિક તંત્ર નિરાંતનો શ્વાસ લીધો છે.
'ભાવનગર અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં 130 જેટલા પ્લોટ આવેલા છે. હાલ દરેક પ્લોટ બે દિવસ માટે બંધ રાખવામાં આવ્યા છે. પવનની ગતિ હાલમાં 35 થી 40 કિલોમીટરની આસપાસ રહેવા પામી છે. 3 નમ્બરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને વાતાવરણ પણ નોર્મલ છે. રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ કરાઈ રહ્યું છે.' -આર.કે મહેતા, કલેકટર, ભાવનગર
- Biporjoy Cyclone: વાવાઝોડાની અસર શરૂ થતાં દરિયા કિનારે ભારે કરંટ, વાવાઝોડું જખૌથી 280 કિલોમીટર દૂર
- Cyclone Biparjoy: ઐતિહાસિક દાંડી સ્મારક પ્રવાસીઓ માટે 13 જૂનથી 16 જૂન સુધી બંધ રહેશે