ગુજરાત

gujarat

ETV Bharat / state

Biparjoy Cyclone: ઈજાગ્રસ્ત હાલતમાં ડોલ્ફિનનું બચ્ચું તણાઈ આવતા લોકોએ બચાવ્યો જીવ - તણાઈ આવતા લોકોએ બચાવ્યો જીવ

બીપરજોય વાવાઝોડું માત્ર જમીન પર રહેતા મનુષ્ય જીવો માટે જેટલું જોખમરૂપ બન્યું છે તેટલું દરિયાઈ જીવો માટે પણ જોખમરૂપ છે. દરિયામાં થયેલા ચક્રવાતમાં ડોલ્ફીન પણ ઈજાગ્રસ્ત બની છે. ડોલ્ફીન ઇજાગ્રસ્ત હાલતમાં કાંઠા પર તરી આવતા સ્થાનિકોએ પુનઃ તેની દુનિયામાં મોકલી હતી.

biparjoy-cyclone-injured-baby-dolphin-was-rescued-by-people-who-rushed-to-the-rescue
biparjoy-cyclone-injured-baby-dolphin-was-rescued-by-people-who-rushed-to-the-rescue

By

Published : Jun 13, 2023, 1:17 PM IST

ડોલ્ફિનનું બચ્ચું તણાઈ આવતા લોકોએ બચાવ્યો જીવ

ભાવનગર: બીપરજોય વાવાઝોડાને લઈને હાલમાં માનવ જિંદગી ઉપર સૌથી મોટો ખતરો તોળાઇ રહ્યો છે. દરિયામાં રહેતા જીવોની સ્થિતિ શું હશે તેના વિશે કોઈ કલ્પના પણ નહીં કરતું હોય. ભાવનગરના ઊંચા કોટડાના દરિયાકાંઠે એક ડોલ્ફિનનું બચ્ચું તણાઈ આવ્યું હતું. દરિયાકાંઠે ડોલ્ફિન તણાઈ આવવાને કારણે સ્થાનિક લોકો દ્વારા તેને બચાવવાનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો હતો અને માનવીએ પોતાની માનવતા દાખવી હતી.

સ્થાનિકોએ માનવતા દાખવી: હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં દરિયા કિનારા ઉપર ખતરો છે અને દરિયાકાંઠેથી મનુષ્યને ખસેડવાની પણ સરકાર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. બીપરજોય વાવાઝોડું સમુદ્રી જીવ માટે પણ એટલું જ ખતરનાક છે જેટલું મનુષ્ય માટે પણ છે. મહુવા તાલુકાના ઉંચા કોટડા ખાતે એક ડોલ્ફિન નાની વયની તણાઇ આવી હતી. જેને લઇને સ્થાનિકો દ્વારા જીવિત ડોલ્ફિનને બચાવવાનો સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને તેને પાછી દરિયામાં છોડી મૂકી હતી.

ડોલ્ફીનના બચ્ચાને જોઈને સ્થાનિકો ડરી ગયા: આ દરમિયાન ડોલ્ફિનને મોઢાના ભાગે ઇજા થઈ હોવાનું સ્પષ્ટ દેખાતું હતું. જોકે સ્થાનિકો ડોલ્ફિનને લઈને ડરતા હતા કારણ કે તેઓ માહિતગાર ન હતા કે આ માછલી ડોલ્ફિન છે કે પછી વહેલનું બચ્ચું છે. જીવને બચાવવાની ભાવના પ્રબળ હોઈ તેમ કેટલાક લોકોએ હિંમત કરીને પોતાની માનવતા દાખવી હતી. પ્રથમ તેને ટબમાં રાખી હતી અમે તેમાં દરિયાનું પાણી ભર્યું હતું. ત્યારબાદ માનવતા નિખરી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા.

વાવાઝોડનો ખતરો: ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય 15 જૂને ગુજરાતમાં ત્રાટકવાની ધારણા સાથે, રાજ્યમાં વિગતવાર સ્થળાંતર યોજના મૂકવામાં આવી છે અને વહીવટીતંત્રે 7,500 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે ચક્રવાત દરમિયાન ગુજરાતમાં 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

  1. Biparjoy Cyclone: કચ્છના બંદરથી માત્ર 430 કિમી દૂર બિપરજોય, 7000 લોકોનું સ્થળાંતર
  2. MP Fire Update: સાતપુરા ભવનમાં સોમવારે લાગેલી આગ મંગળવાર સવાર સુધી સળગી રહી હતી

ABOUT THE AUTHOR

...view details