ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરના એવા સ્થળ જ્યાં વર્ષોથી પાણીની લાઇન નથી, ટેન્કર એક માત્ર વિકલ્પ - જીતુ વાઘાણી

ભાવનગરના હાદાનગર વિસ્તારમાં આવેલી ગોપાલ સોસાયટીમાં 40 વર્ષથી પાણીની લાઇન નથી. મત લઈને જતા રહેતાં નેતા પછી ડોકાતાં નથી ત્યારે મજૂરી કરીને જીવન ચલાવનાર શ્રમજીવીઓના શહેરના આવા 6 થી 7 સ્થળો છે જેની સામે મનપા આંખ આડા કાન વર્ષોથી કરતી આવી છે પણ સમસ્યા હલ કરવામાં આવતી નથી.

એવા સ્થળ જ્યાં વર્ષોથી પાણીની લાઇન નથી, ટેન્કર એક માત્ર વિકલ્પ
એવા સ્થળ જ્યાં વર્ષોથી પાણીની લાઇન નથી, ટેન્કર એક માત્ર વિકલ્પ

By

Published : Feb 18, 2020, 3:10 PM IST

ભાવનગર : ભરશિયાળે ટેન્કરથી પાણી સમસ્યા હલ કરાઈ રહી છે એક કાપ ઉઠાવીને વાહ વાહ લૂંટનારા મનપા રાજમાં નવાઈની વાત છે એ છે કે હજુ 6 થી 7 વિસ્તાર એવા છે જ્યાં પાણીની લાઇન પહોંચીી નથી. પાણીની લાઇન વિહોણાં લોકોને ક્યાંક તો નગરસેવક અથવા પોતાના ખીસ્સાના પૈસે પાણી સમસ્યા હલ કરે છે. ચૂંટણીમાં ભજીયા ખવડાવીને મત લેનારાં નેતાઓને હવે સ્થાનિકોને છેતરી ગયા હોય તેમ લાગી રહ્યું છે માટે વિરોધ નોંધાવી રહ્યાં છે.

એવા સ્થળ જ્યાં વર્ષોથી પાણીની લાઇન નથી, ટેન્કર એક માત્ર વિકલ્પ
ભાવનગરના હાદાનગર વિસ્તારની ગોપાલ સોસાયટીમાં 40 વર્ષથી પાણીની લાઈન નથી. આમ તો સોસાયટી વર્ષો જૂની છે પણ પાણી માટે મહિલાઓ હજુ ટેન્કર પર નિર્વાહ ચલાવી રહી છે ચૂંટણી ટાણે ભજીયા ખવડાવે, પાઘડી મૂકે પણ એ નેતા પછી તું કોણ ને હું કોણ એવી નીતિનો ભોગ બનેલા ગોપાલ સોસાયટીના લોકો રોષ ઠાલવી રહ્યાં છે.કારણ એ પણ છે કે ગોપાલ સોસાયટી ગેરકાયદે છે તે બિનખેતી પણ નથી થઈ એટલે મનપા તેને પાણી આપી શકે તેમ નથી જ્યારે બીજા વિસ્તારો કાયદેસર છે તો ત્યાં ભૌગોલિક પરિસ્થિતિને પગલે ટેન્કર પર ચલાવવામાં આવી રહ્યું છે ગોપાલ સોસાયટી કાયદેસર ન હતી તો સવાલ એ ઉભો થાય કે નેતા વોટ માટે રહીશોને છેતરી ગયાં કારણ કે ખાનગી માલિકીની જમીન હોઈ તો નેતાઓ કઇ રીતે લાભ અપાવી શકે. જો કે ચૂંટણી ટાણે ભજીયાનો પ્રતાપ એવો હોય છે કે લોકો ભાન ભૂલી જાય છે અને છેતરાઈ જાય છે. જીતુભાઇ વાઘાણી પણ ક્યાંક આમ છેતરી ગયાં હોવાનું સ્થાનિક મહિલા જણાવે છે તો સત્તામાં બેસેલા ભાજપના લોકો પ્રશ્ર ટૂંકસમયમાં થઈ જશે કહીને બચી રહ્યાં છે.40 વરસથી વસાહત છે અને હવે તો મનપાએ ઘરવેરાના બિલ પણ ઝીંકી દીધાં છે ત્યારે પાણી આપવા બાબતે મનપાના કાયદા સામે આવી રહ્યાં છે ત્યારે ચૂંટણી માથે છે ભજીયા ખાનારા સમસ્યાવાળા લોકોએ ચેતી જવું પડશે તે નિશ્ચિત છે.

ABOUT THE AUTHOR

...view details