ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગર પશ્ચિમ બેઠક પર જિતુ વાઘાણીને રિપીટ કરાયા, ભાજપે નો રિપીટ થિયરીનું પિલ્લું વાળ્યું - ભાજપ નો રિપીટ થિયરી

ભાવનગર પશ્ચિમ બેઠક પરથી (Bhavnagar West Assembly Seat) ધારાસભ્ય અને વર્તમાન શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીના નામની (Jitu Vaghani BJP Candidate) જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમનું નામ જાહેર થતાં જ આતશબાજી કરવામાં આવી હતી. તો આવો જાણીએ જિતુ વાઘાણી વિશે વિસ્તૃતમાં.

ભાવનગર પશ્ચિમ બેઠક પર જિતુ વાઘાણીને રિપીટ કરાયા, ભાજપે નો રિપીટ થિયરીનું પિલ્લું વાળ્યું
ભાવનગર પશ્ચિમ બેઠક પર જિતુ વાઘાણીને રિપીટ કરાયા, ભાજપે નો રિપીટ થિયરીનું પિલ્લું વાળ્યું

By

Published : Nov 10, 2022, 2:28 PM IST

ભાવનગરગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને (Gujarat Assembly Elections 2022) ધ્યાનમાં રાખી ભાજપે આજે 160 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં ભાવનગરની પશ્ચિમ વિધાનસભા બેઠક (Bhavnagar West Assembly Seat) પરથી ધારાસભ્ય જિતુ વાઘાણીને રિપીટ કરવામાં આવ્યા છે. ભાવનગરની 7 વિધાનસભા બેઠકો પૈકી 6 બેઠકોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. તેમાંથી એક નામ જિતુ વાઘાણીનું જાહેર કરવામાં આવ્યું છે.

નો રિપીટ થિયરીનું પિલ્લું ધારાસભ્ય જિતુ વાઘાણીનું (Jitu Vaghani BJP Candidate) નામ જાહેર થતાં જ તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. એક તરફ ભાજપ નો રિપીટ થિયરીની વાત કરી રહ્યું છે. ને બીજી તરફ ધારાસભ્ય જિતુ વાઘાણી સહિત અનેક ધારાસભ્યોને રિપીટ કરવામાં આવતા તેમની જ નો રિપીટ થિયરીનું પિલ્લું (BJP No Repeat Theory) વળી ગયું છે.

સમર્થકોમાં ઉત્સાહ

લોકોની આતુરતાનો અંત છેલ્લા ઘણા દિવસોથી ચૂંટણીને (Gujarat Assembly Elections 2022) લઈને અનેક સમીકરણો જોવા મળી રહ્યા હતા. કોને ટિકિટ મળશે અને કોણ કપાશે એવી ચર્ચાએ જોર પકડ્યું હતું, તેવામાં ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી લોકોની આતુરતાનો અંત આણ્યો છે. કાર્યકર્તાઓએ ધારાસભ્ય જિતુ વાઘાણીના કાર્યાલયે એકઠા થઈ એકબીજાના મોઢા મીઠા કરાવી આતશબાજી કરી હતી. તેમ જ જિતુભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હેના નારા લગાવ્યા હતા.

વાઘાણીનું અંગત જીવન જિતુ વાઘાણીના અંગત જીવનની વાત કરીએ તો, તેમનું પૂરું નામ જિતેન્દ્ર સવજીભાઈ વાઘાણી (Jitu Vaghani BJP Candidate) છે. તેમનો જન્મ 11 સપ્ટેમ્બર 1970ના દિવસે ભાવનગરના વરતેજમાં થયો હતો. જ્યારે તેમના પત્નીનું નામ સંગીતા વાઘાણી છે. તેમ જ તેમને મીત વાઘાણી અને ભક્તિ વાઘાણી એમ 2 સંતાન છે.

રાજકીય કારકિર્દી પર એક નજરધારાસભ્ય જિતુ વાઘાણી વર્ષ 1990-91 દરમિયાન ભાવનગર શહેર ભાજપ યુવા મોરચાના સહમંત્રી રહ્યા હતા. ત્યારબાદ તેઓ 1995-2000 સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય, 1993-97 દરમિયાન ભાવનગર શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ, 1998-2000 દરમિયાન ગુજરાત હાઉસિંગ બોર્ડના ડિરેક્ટર, 2003-2009 દરમિયાન ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ, વર્ષ 2009-12 દરમિયાન ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ મંત્રી રહ્યા હતા. તેમ જ તેઓ અમરેલી અને ભાવનગરના પ્રભારી પણ રહી ચૂક્યા છે. તેઓ 38 વર્ષની વયે વર્ષ 2007માં ભાવનગર દક્ષિણની બેઠક પરથી ધારાસભ્યની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) લડ્યા હતા. ત્યારબાદ વર્ષ 2012માં ભાવનગર (પશ્ચિમ)ની વિધાનસભા બેઠક (Bhavnagar West Assembly Seat) સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધારે રેકોર્ડ મત 53,892ની લીડથી વિજેતા થયા હતા. આ ઉપરાંત તેઓ રાજકોટ શહેર અને જિલ્લાના પ્રભારી પણ રહ્યા હતા.ભાવનગર પશ્ચિમ બેઠક પર જિતુ વાઘાણીને (Jitu Vaghani BJP Candidate) રિપીટ કરાયા, ભાજપે નો રિપીટ થિયરીનું પિલ્લું વાળી દીધું છે.

વર્ષ 2016માં બન્યા પ્રદેશ અધ્યક્ષ ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે વિજય રૂપાણી હતા. ત્યારબાદ તેઓ મુખ્યપ્રધાન બનતા તેમની જગ્યાએ વર્ષ ઓગસ્ટ 2016માં તેમને ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2020માં ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક થતા તેમણે રાજીનામું આપી દીધું હતું. જોકે, અત્યારે તેઓ ગુજરાતના શિક્ષણ પ્રધાન તરીકે ફરજ બજાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details