ભાવનગર: ભાવનગર યુનિવર્સિટી દ્વારા કોરોના મહામારીમાં પ્રથમ પરીક્ષાનો પ્રારંભ કર્યો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં લાંબા સમય બાદ અનુસ્નાતક પરીક્ષાના પ્રથમ તબક્કાની શરૂઆત કરવામાં આવી છે. ભાવનગરમાં કુલપતિ દ્વારા માસ્ક વિતરણ કરીને પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થી કોરોના સંક્રમિત થાય તો સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ એક લાખ જેવી રકમની પણ જાહેરાત કરી છે.
કોરોના મહામારી વચ્ચે ભાવનગર યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રારંભ: ચાર તબક્કામાં પરીક્ષાઓ - કોરોના વચ્ચે પરીક્ષા
ભાવનગર યુનિવર્સિટીએ ચાર તબક્કામાં પરીક્ષાઓ લેવાનું નક્કી કર્યું છે. જેના પ્રથમ તબક્કાનો સોમવારથી પ્રારંભ થયો છે. ભાવનગર શહેરમાં અને જિલ્લામાં મળી પ્રથમ તબક્કામાં 13 સેન્ટર પર 4523 વિદ્યાર્થી પરીક્ષા આપવાના છે. બીજો તબક્કો આગામી 25 તારીખથી શરૂ થશે. સોમવારના પ્રથમ તબક્કામાં ભાવનગરમાં કુલપતિ દ્વારા માસ્ક વિતરણ કરીને પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
કુલપતિએ જણાવ્યું હતું કે, જિલ્લામાં અને શહેરમાં મળીને 13 સેન્ટર પર પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. પ્રથમ તબક્કો જેમાં 4523 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તેમજ દરેક વર્ગમાં 15 થી વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં નહીં આવે. આ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થાય તો એક લાખ જેવી રકમની પણ જાહેરાત કરી છે. જેનો આગામી દિવસોમાં પરિસ્થિતિને આધીન નિર્ણય કરવામાં આવશે.
સોમવારથી શરૂ થનારી પરીક્ષા એક દિવસમાં બે તબક્કામાં લેવામાં આવશે. એક સવારમાં અને બીજી બપોર બાદ લેવામાં આવશે. કોલેજો ડિસ્ટનસ સહિત કોરોનાને પગલે દરેક સાવચેત રહીને પરીક્ષાઓ પૂર્ણ કરાવશે તેમ કોલેજોના સંચાલકોનું કહેવું છે.