ગુજરાત

gujarat

ETV Bharat / state

Bhavnagar News : ભાવનગરમાં 1 લાખ વૃક્ષોના રોપાઓનું મફતમાં વિતરણ, રોપા લેવા જનાર માટે રખાઇ શરત

ભાવનગર મહાનગરપાલિકા ઇતિહાસમાં પ્રથમ વાર 1 લાખ વૃક્ષોના મફતમાં રોપાઓનું વિતરણનું મિશન હાથમાં લીધું છે. પીલ ગાર્ડન ખાતે વૃક્ષોના રોપાઓનો વિતરણ શરૂ કરી દીધું છે, પરંતુ મફતમાં વૃક્ષના રોપા લેવા જનાર માટે એક શરત રાખવામાં આવી છે. જો તે શરતનું પાલન કરી શકે તો વૃક્ષ લેવા જાય. તેમજ ક્યાં ક્યાં વૃક્ષો અને કેવા ફાયદો થાય જાણો સમગ્ર કાર્યક્રમ.

Bhavnagar News : ભાવનગરમાં 1 લાખ વૃક્ષોના રોપાઓનું મફતમાં વિતરણ, રોપા લેવા જનાર માટે એક શરત
Bhavnagar News : ભાવનગરમાં 1 લાખ વૃક્ષોના રોપાઓનું મફતમાં વિતરણ, રોપા લેવા જનાર માટે એક શરત

By

Published : Jun 21, 2023, 7:53 PM IST

મહાનગરપાલિકા 1 લાખ વૃક્ષોના રોપાઓનું મફતમાં કરશે વિતરણ

ભાવનગર :શહેરને "મિશન ગ્રીન સિટી" હેઠળ મહાનગરપાલિકા ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે મેદાનમાં આવી ગઈ છે. મહાનગરપાલિકા પોતાના ઇતિહાસમાં પ્રથમ વખત બમ્પર વૃક્ષારોપણ માટે ઝુંબેશ હાથ ધરી છે. જરૂરિયાત છે તો માત્ર પ્રજાના સહયોગની, ત્યારે ગ્રીન સીટી બનાવવાની પહેલમાં મહાનગરપાલિકા કેટલા વૃક્ષોનું રોપણ કરાવવા માટે એક ડગલું ચાલી છે. બસ એક શરત અને વૃક્ષનો રોપો મફતમાં મળશે.

પીલ ગાર્ડન ખાતે વૃક્ષોના રોપાઓનો વિતરણ

રોપા મેળવવા માટે એક શરત :પૃથ્વી પર વધતા જતા પ્રદૂષણને કારણે ઊભી થયેલી ગ્લોબલ વોર્મિંગની સમસ્યાની સામે લડવા માટે આજે એક એક વ્યક્તિએ જાગૃત બનવાની તાતી જરૂરિયાત ઊભી થઈ ગઈ છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકાએ આ વર્ષથી ગ્લોબલ વોર્મિંગને માત આપવા માટે મિશન ગ્રીન નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. મહાનગરપાલિકા ભાવનગરવાસીઓને 1,00,000 જેટલા વૃક્ષોનું મફતમાં વિતરણ કરવાની છે. જો કે આ વૃક્ષો મફતમાં લેવા માટે એક શરત મૂકવામાં આવી છે. આ શરત મહાનગરપાલિકાની એવી છે કે વૃક્ષનો રોપો લઈ ગયા બાદ તેને ઉછેરવાની જવાબદારી લેવી પડશે. ભાવનગર મહાનગરપાલિકાના પીલગાર્ડન ખાતે વૃક્ષોના રોપાઓનો વિતરણ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

મહાનગરપાલિકા પ્રથમ વાર એક લાખ જેટલા વૃક્ષોના રોપાઓનું વિતરણ કરવા જઈ રહી છે. જોકે એક લાખ જેટલા વૃક્ષો ઉછરે તેવી નેમ મહાનગરપાલિકાએ લીધી છે. વન વિભાગની નર્સરીમાંથી વૃક્ષો ખરીદવામાં આવ્યા છે. પ્રથમ મહાનગરપાલિકાની મિલકતો જેવા કે ગાર્ડન, વિક્ટોરિયા પાર્કની દીવાલો, સર્કલો, ડિવાઈડરો અને શાળાઓ ઉપર વૃક્ષો રોપવામાં આવશે, ત્યારબાદ જે કોઈ શહેરની જનતા હશે તેને એક શરતના આધારે વૃક્ષનો રોપો મફતમાં આપવામાં આવશે. શરત પ્રમાણે વૃક્ષનો ઉછેર કરવો પડશે. - એન.વી. ઉપાધ્યાય (કમિશનર,ભાવનગર મહાનગરપાલિકા)

વાવાઝોડામાં વૃક્ષો ધરાશાયી થયા હતા : ભાવનગર મહાનગર પાલિકાની ગાર્ડન વિભાગ દ્વારા એક લાખ વૃક્ષોના રોપાઓના વિતરણ માટે પીલગાર્ડન ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. જે કોઈ નાગરિક શરતના આધારે વૃક્ષનો રોપો લેવા માંગતો હોય તે પિલગાર્ડનથી મેળવી શકે છે. વૃક્ષ લાવીને રાખવામાં આવ્યા છે. ભાવનગરમાં તાઉતે વાવાઝોડા સમય આશરે એક હજાર કરતા વધારે વૃક્ષો ધરાશાયી થયા હતા. આ વૃક્ષોની કમી પૂરી કરવા માટે મહાનગરપાલિકા મિશન ગ્રીન સિટી હેઠળ વૃક્ષાના રોપાઓનો વિતરણ કાર્યક્રમ શરૂ કર્યો છે.

એક લાખ જેટલા વૃક્ષોના વાવેતર માટે અભિયાન હાથ ઉપર લીધું છે. મિશન ગ્રીન હેઠળ વધુ પ્રમાણમાં વાવેતર લોકલ વૃક્ષોનું થાય તેવો અમારો પ્રયાસ છે. શહેરના મધ્યમાં જ મહિલા બાગ, પીલ ગાર્ડન જેવા વિસ્તારોમાં ફોરેન કન્ટ્રીના બર્ડ્સની મોટી કોલોની છે. આથી કુદરતને સાચવવા પ્રયાસ છે, ત્યારે અમે આ વૃક્ષો લોકોને ઉછેર કરે તેવા હેતુથી આપવાના છીએ. - કે.કે. ગોહિલ (અધિકારી, ગાર્ડન વિભાગ, ભાવનગર મહાનગરપાલિકા)

વૃક્ષો ક્યાં ક્યાં પ્રકારના અને કેવા ફાયદાઓ :ભાવનગરમાં તાઉતે વાવાઝોડામાં જે રીતે વૃક્ષો ધરાશાયી થયા તેને કારણે ભાવનગરમાં વસવાટ કરતી પક્ષીઓની કોલોનીને ભારે નુકસાન થયું હતું. ભાવનગર શહેરના પીલ ગાર્ડન, મોતીબાગ, મહિલા બાગ વગેરે જેવા વિસ્તારમાં મહાકાય વૃક્ષો પર દર વર્ષે આવતા પેન્ટર્ડ સ્ટોક નામના પક્ષીઓ સહિત અન્ય પક્ષીઓ માટે મોટી વસાહત વૃક્ષો હતા. જ્યાં મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થયા હતા, ત્યારે આ કમી પૂર્ણ કરવા માટે મિશન ગ્રીન યોજના હેઠળ મહાનગરપાલિકા સ્થાનિક વૃક્ષો જેવા કે મહુડો, પીપર,વડ, કમર કાકડી, રાયણ, લીમડો, ચંપા, કરંજ, આમળા, ફાલસા બોરસલી અને આંબલી જેવા વૃક્ષોનું વાવેતર વધુ થાય એ માટે તેના રોપાઓનું વિતરણ કરી રહી છે.

  1. Nursery Business: છોડવા વેચીને છપ્પરફાડ કમાય છે મહિલાઓ, રાજ્યભરમાંથી લોકો આવે છે રોપા લેવા
  2. Cyclone Impact : રામ રાખે તેને કોણ ચાખે, જામનગરમાં વૃદ્ધ પર વૃક્ષ ધરાશાયી થતાં લોકોએ માન્યુ કે નહીં જીવે, પરંતુ...
  3. શેરડીની ખેતી માટે બદલાતું વાતાવરણ અનૂકુળ, ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બનશે શેરડીના રોપા

ABOUT THE AUTHOR

...view details