ભાવનગરઃ શહેરમાં આડેધડ પાર્કિંગ ન થાય અને સુચારુ ટ્રાફિક વ્યવસ્થા જળવાય તે માટે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ અવાર નવાર કાર્યવાહી કરતું હોય છે. આ કાર્યવાહીમાં ભાવનગર(પૂર્વ)ના ધારાસભ્ય સેજલબેનની કારને ટ્રાફિક ડિપાર્ટમેન્ટે લોક કરી દીધી હતી. જેના પરિણામે હોબાળો મચી જવા પામ્યો હતો. જો કે ધારાસભ્ય સેજલબેનના પતિ અને ભાવનગર શહેરના પૂર્વ પ્રમુખ રાજીવ પંડ્યાએ તંત્રને પણ નિયમોનું ભાન કરાવ્યું હતું.
ભાવનગર ટ્રાફિક ડિપાર્ટમેન્ટે ધારાસભ્યની કારને લોક મારી દેતા હોબાળો, ધારાસભ્યના પતિએ તંત્રને નિયમોનું ભાન કરાવ્યું - તંત્રની ટીમને પુછ્યા નિયમો
ભાવનગરમાં ટ્રાફિક ડિપાર્ટમેન્ટ રસ્તા પર પાર્ક થયેલ વાહનો પર કાર્યવાહી કરતું હોય છે. આ વખતે ધારાસભ્યની પાર્ક થયેલ કારને લોક લગાવી દેતા હોબાળો મચી ગયો હતો. ધારાસભ્ય સેજલબેનના પતિ રાજીવ પંડ્યાએ તંત્રને પણ નિયમોનું ભાન કરાવ્યું હતું. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Bhavnagar Traffic Department MLA Car Locked
Published : Dec 12, 2023, 5:31 PM IST
સમગ્ર ઘટનાક્રમઃ ભાવનગર શહેરમાં વાઘાવાડી રોડ પર CSMCRI થી આતાભાઇ ચોક તરફ જવાના રસ્તા પર ગુલિસ્તા મેદાન પાસેના માર્ગ પર વાહનો પાર્ક થયેલ હતા. એક કાર ભાવનગર(પૂર્વ)ના ધારાસભ્ય સેજલબેનની પણ હતી. આ વિસ્તારમાં ટોઈંગ ટીમ નીકળી હતી. આ ટીમે દરેક વાહનોને લોક કરી દીધા હતા. જેમાં ધારાસભ્ય સેજલબેનની કારને પણ લોક વાગી ગયું હતું. સેજલબેનની કારને ટોઈંગ ટીમે લોક મારી દેતા તેમના પતિ અને ભાવનગર શહેરના પૂર્વ પ્રમુખ રાજીવ પંડ્યા ઉશ્કેરાઈ ગયા હતા. રાજીવ પંડ્યાએ ગેરકાયદેસર પાર્ક થયેલ કારને લોક મારવાના નિયમો વિશે ટોઈંગ ટીમને પુછીને તેમની કામગીરી પર સવાલો ઊભા કર્યા હતા. રાજીવ પંડ્યાએ પોતાની કારને લોક વાગેલું જોઈ અધિકારીઓને ફોન કર્યા હતા. તેમણે ડીવાયએસપીનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ સંપર્ક થઈ શક્યો નહતો. રાજીવ પંડ્યાએ લોકશાહીમાં પ્રજા રાજા હોય છે તેમ જણાવી કોઈ પણ લેવલના અધિકારીએ પ્રજાને હાલાકી ન પડે તેનું ધ્યાન રાખવાની સૂચના આપી હતી. આ બનાવને પગલે ઘટના સ્થળે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. જો ધારાસભ્યને આ રીતે હેરાનગતિ વેઠવી પડતી હોય તો સામાન્ય જનતાનું શું થતું હશે? તેવા સવાલો હાજર લોકોએ કર્યા હતા.
લોકશાહીમાં પ્રજા રાજા ગણાય છે. કોઈ પણ લેવલના અધિકારીએ પ્રજાને હાલાકી ન પડે તે રીતે વર્તવું જોઈએ. ભાવનગરનું તંત્ર ઓલ ઓવર સુંદર કામગીરી કરી રહ્યું છે. કોર્પોરેશન, પોલીસ, ટ્રાફિક દરેક જણ પોતપોતાની કામગીરી સુપેરે બજાવે છે. જો કે ક્યાંક ક્યાંક ચૂક થઈ જતી હોય છે. જે જગ્યાએથી વાહનો ટો કરવામાં આવ્યા ત્યાં કલેક્ટર કે મહા નગર પાલિકાનું કોઈ નોટિફિકેશન ન હતું, રોડ પર પટ્ટા ન હતા, નો પાર્કિંગનું બોર્ડ પણ ન હતું. તેમજ ટોઈંગ ટીમ પાસે આઈ કાર્ડ ન હતા. ટોઈંગ ટીમ જે ગાડીને લોક કરે તેની વીડિયોગ્રાફી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં તેની કામગીરી પર સવાલ ઉઠે તો પુરાવા રજૂ કરી શકાય...રાજીવ પંડ્યા(ધારાસભ્ય સેજલબેનના પતિ, પૂર્વ શહેર પ્રમુખ, ભાવનગર)