રાજ્યના અન્ય મહાનગરોની સરખામણીએ ભાવનગરને પણ વિકાસની દિશામાં સતત વેગવંતુ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા તત્કાલીન સમયે વ્યાપક જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ તેનો સચોટ અમલ સમયસર ન થવાને કારણે હાલ ભાવનગરના શહેરીજનો અને જિલ્લાના નાગરિકોને ભારે યાતના ભોગવવાનો વારો આવ્યો છે.
આવી ઘટના રાજ્યના તત્કાલિન મુખ્યપ્રધાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન બની હતી. રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને એ સમયના પરિવહન મંત્રી વજુભાઇ વાળાએ ભાવનગરના ST ડેપો ST બસ સ્ટેન્ડને આધુનિક બનાવવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતને અંદાજે 10 વર્ષથી વધુનો સમય વિત્યા બાદ ગત વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યના તત્કાલીન મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે ભાવનગર ST બસ ડેપો ખાતે જ તૈયાર થનાર ભાવનગરના અદ્યતન ST બસ સ્ટેન્ડના સ્થલ પર નાળિયેર નાખી સંતોષ માન્યો હતો. પરંતુ હવે ભાવનગરને ST બસ સ્ટેન્ડને અદ્યતન બનાવવાનું મુહૂર્ત આવ્યુ છે.