ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં 56,800ની નકલી ચલણી નોટો સાથે એક ઇસમ ઝડપાયો - accused

ભાવનગરઃ ભારતીય ચલણની નકલી નોટો છાપવાનો કારોબાર ભાવનગરમાં ખૂબ જ ધમધમી રહ્યો છે. જે અંતર્ગત ભાવનગર પોલીસના SOG ગ્રુપે 56,800ની નકલી નોટો તથા મશીન સાથે એક ઇસમની ધરપકડ કરી છે.

ભાવનગર

By

Published : Jul 9, 2019, 11:12 PM IST

માહિતી પ્રમાણે, ભાવનગર એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે ભાવનગરના બોરતળાવ-કુમુદવાડી વિસ્તારમાં આવેલા આશીષરત્ન કોમ્પલેક્ષમાં ઉમા સેલ્સ એજન્સી નામની દુકાન ભાડે રાખી એક શખ્સ નકલી નોટો છાપવાનું કારખાનું ચલાવી રહ્યો છે. જે આધારે પોલીસે રેડ કરી આરોપી જીજ્ઞેશ ધીંગાણી (ઉ.વ.38)ને 2 હજાર, 500, 200 અને 100ના દરની નોટ મળી કુલ 56,800ના દરની નકલી ચલણી નોટો અને સ્ક્રેનર કમ પ્રિન્ટર જેની કિંમત 10 હજાર તેમજ કાતર જેવા સાધનો અને 2300 રોકડા રૂપીયા તથા 5 હજારનો એક મોબાઇલ ફોન મળી કુલ 17,320નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ ગોહિલે ફરિયાદી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગરમાં 56,800ની નકલી નોટો સાથે આરોપી ઝડપાયો

આ સમગ્ર કામગીરીને સફળ બનાવવામાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન.બારોટની આગેવાની હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એસ.ત્રિવેદી, એસ.ઓ.જી.ના હેડ ઇન્સ્પેક્ટર અનિરૂધ્ધસિંહ ગોહિલ, બલવિરસિંહ જાડેજા, વિજયસિંહ ગોહિલ, મહાવિરસિંહ ગોહિલ, યુસુફખાન પઠાણ, પ્રદિપસિંહ ગોહિલ શરદભાઇ ભટ્ટ તથા ચંદ્રસિંહ વાળા જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details