- બીજી લહેર બાદ ઓક્સિજન માટે સર ટી હોસ્પિટલ સજ્જ
- 60 મેટ્રિક ટનના બે પ્લાન્ટ મળતા એક મિનિટએ ઉતપન્ન થશે 2 હજાર લિટર ઓક્સિજન
- ત્રીજી લહેરમાં ઓક્સિજનની ઉણપ નહિ થાય
ભાવનગર: કોરોનાની બીજી લહેરમાં લોકોને ઓક્સિજનની ભારે જરૂર પડી હતી અને તે સામે તંત્ર અને હોસ્પિટલોમાં પૂરતા જથ્થામાં ઓક્સિજન ન હોવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કોરોનાની બીજી લહેરમાં સર ટી હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા હતા તો ખાનગી હોસ્પિટલો પણ ભરાઈ ગયા હતા. તજજ્ઞો દ્વરા ત્રીજી લહેરની પણ આગાહી કરવામાં આવી છે, જેને લઈને હોસ્પિટલ તંત્ર તૈયાર છે.
બીજી લહેરમાં ભારે મુશ્કેલી
હાલમાં સર ટી હોસ્પિટલમાં 30 હજાર લિટરનની બે ટેન્ક છે, જેમાં એક 10 લીટર અને બીજી 20 લિટરની છે. બીજી લહેરમાં 1000 બેડ હોવા છતાં ઓક્સિજનની અછત ઉભી થઇ હતી. બીજી લહેરમાં ઓક્સિજન ઘટવાથી મૃત્યુ પણ થયા હતા. કોરોનાની બીજી લહેરમાં લોકો સર ટી હોસ્પિટલના બદલે ઘરે દર્દીની સારવાર શરૂ કરી હતી.