ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં આવેલા કાછીયાવાડ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ચાલતા કતલખાના પર પોલીસે છાપો માર્યો હતો. કંટ્રોલ રુમ પર મળેલી માહિતીના આધારે પોલીસે મકાનમાં દરોડા પાડી ત્યાંથી કતલખાનું ઝડપાયું હતું. જ્યાં ગૌવંશ વાછરડું જીવિત હાલતમાં મળી આવ્યુ હતું અને પોલીસે વાછરડાનો બચાવ કર્યો હતો.
ભાવનગર પોલીસે ગૌમાંસનો જથ્થો ઝડપ્યો, આરોપી ફરાર - bhavnagar
ભાવનગરઃ શહેરના વડવા વિસ્તારમાં આવેલા કાછીયાવાડમાં કતલખાનુ ચાલતું હોવાની બાતમી ભાવનગર પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે છાપો મારતા એક મકાનમાંથી ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ પોલીસ દ્વારા વાછરડાને બચાવી લેવાયો હતો. પોલીસ પહોંચતા જ આરોપીઓ ચકમો આપીને ફરાર થઈ ગયા હતાં.
ભાવનગર પોલીસે વડવા વિસ્તારમાંથી ગૌમાંસ પકડયુ, આરોપીઓ ફરાર
આ ઘટનાના સંદર્ભે ભાવનગર FSLની ટીમે ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરી છે. પોલીસે આ મકાનમાંથી ૧૪૦૦ કિલો ગૌમાંસ, એક જીવતું વાછરડું તેમજ રીક્ષા, ટ્રાવેરા અને સુમો સહિત 3,72 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં કરવામાં આવ્યો હતો. પોલીસના દરોડાના પગલે કતલખાનું ચલાવતી ઝરીના નામની મહિલા તેમજ ઈનાયત મોહમદ નામનો ઇસમ ફરાર થઈ ગયા હતા. પોલીસે ગુનો નોંધી બંન્નેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.