ભાવનગરમાં વિકસીત થયેલા પ્લાસ્ટિકના મોનાફિલામેન્ટ પ્લાન્ટ સહિત અન્ય પ્લાસ્ટિક સાથે સંકળાયેલા ઉદ્યોગ પર ઈરાન અમેરિકાના ઘર્ષણની સીધી અસર થઈ રહી છે. ઈરાન અમેરિકાના ઘર્ષણની સીધી અસર કાચા માલ પર પડતા ભાવ વધારો થયો છે. જેથી નવા કામ મળવાની શક્યતાઓ ઘટતા ઉદ્યોગપતિઓ ભય વ્યક્ત કરી રહ્યા છે.
ઈરાન અને અમેરિકાના ઘર્ષણને કારણે ભાવનગર પ્લાસ્ટિક ઉદ્યોગ પર માઠી અરસ
ભાવનગર શહેર જિલ્લામાં છેલ્લા 50 વર્ષ કરતા વધુ સમયથી પ્લાસ્ટિકના મોનાફિલામેન્ટ પ્લાન્ટ ચાલી રહ્યા છે. ઘણા સમયથી પ્લાસ્ટિકના ઉદ્યોગમાં મંદીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેમાં હાલ ઈરાન અમેરિકાના ઘર્ષણના કારણે હવે ઉદ્યોગ પર પતનનો ખતરો મંડાઈ રહ્યો છે. માત્ર બે દેશના ઘર્ષણથી કાચા માલનાં ભાવમાં બેથી પાંચ રૂપિયાનો ભાવ વધારો થયો છે. જો આ વિવાદ યુદ્ધમાં પરિણમે તો ભાવનગર પ્લાસ્ટિક ઉદ્યોગ પડી ભાંગશે. કારણ કે, કાચા માલના ભાવ વધવાને પગલે નવા કામ ભાવનગરમાં મળશે નહીં.
ઈરાન અને અમેરિકાના ઘર્ષણને કારણે ભાવનગર પ્લાસ્ટિક ઉદ્યોગ પર માઠી અરસ ભાવનગર પ્લાસ્ટિક ઉદ્યોગમાં પ્લાસ્ટિકની દોરી, પાટી જેવી ઘર ગથ્થુ વસ્તુ બનાવામાં આવી રહી છે. આ સાથે અન્ય ક્ષેત્રે પણ પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ થતો હોવાથી આ ઉદ્યોગ ચાલી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી આ ઉદ્યોગમાં મંદી છે. આ ઉદ્યોગ સાથે પછાત વર્ગના આશરે 10થી 12 હજાર લોકો જોડાયેલા છે. જેમની રોજીરોટી આ ઉદ્યોગ પર નિર્ભર છે. પેટ્રોકેમિકલની પદાર્થ પ્લાસ્ટિક હોઈ, ત્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલતા ઘર્ષણ ભાવનગર પ્લાસ્ટિક ઉદ્યોગનું પતનનું કારણ બની શકે છે.
ઈરાન અને અમેરિકાના ઘર્ષણને કારણે ભાવનગર પ્લાસ્ટિક ઉદ્યોગ પર માઠી અરસ પતનના છેડે બેઠેલા પ્લાસ્ટિક ઉદ્યોગને ઈરાન અમેરિકાની પરિસ્થિતિ અસર કરી રહી છે, ત્યારે સરકારે પ્લાસ્ટિક ઉદ્યોગને રાહત થાય અને પછતોની રોજીરોટી છીનવાઈ નહીં તે માટે પ્રયત્ન કરવા જોઈએ.
ઈરાન અને અમેરિકાના ઘર્ષણને કારણે ભાવનગર પ્લાસ્ટિક ઉદ્યોગ પર માઠી અરસ