ભાવનગર : સમગ્ર ગુજરાતમાં હાઇવે પર ઉભેલા ટ્રકોમાં ચોરીના બનેલા બનાવને ધ્યાનને લઈને વરતેજ પોલીસે મધ્યપ્રદેશની ગેંગને ઝડપી લીધી છે. પેટ્રોલિંગ દરમિયાન મળી આવેલા ટ્રકમાંથી કેરબા મળી આવ્યા છે. વરતેજ પોલીસે ગેંગની ધરપકડ કરતા ડીઝલ ચોરીના બનાવોની હારમાળા ખુલી હતી. પકડાયેલા ગેંગના બે સભ્યો અગાઉ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ડીઝલ ચોરીના ગુનામાં ઝડપાયેલા છે.
રાજ્યવ્યાપી ગેંગ ઝડપાય :ગુજરાતમાં ડીઝલની ચોરી કરતી ગેંગ ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશનના સ્ટાફના રડારમાં આવતા ઝડપાઈ ગઈ હતી. પેટ્રોલિંગ દરમિયાન વરતેજ પોલીસે નારી ગામથી આગળ આવેલા દસનાળા પાસે શંકાસ્પદ ટ્રક મળી આવતા ટ્રકમાં સવાર લોકોની પૂછતાછ કરી હતી. ટ્રકની તપાસ કરતા ડીઝલ ચોરી કરતી ગેંગ હોવાનું ખુલવા પામ્યું હતું. વરતેજ પોલીસની બાદમાં પૂછતાછમાં એક પછી એક ચોરીના ભેદ ખુલ્યા હતા.
ટ્રકમાંથી મળ્યા ચોરીના પુરાવારૂપે શું :ગુજરાતમાં રાજ્યવ્યાપી ડીઝલ ચોરી કરતા શખ્સોને પગલે Dysp આર.વી. ડામોરે જણાવ્યું હતું કે, ભાવનગરની વરતેજ પોલીસે ટ્રકમાં સવાર ચાર લોકોને ઝડપી લીધા હતા. બાદમાં ટ્રકમાંથી 2,180 લિટર ડીઝલ 2,02,740 કિંમત, 4 બેટરી નંગ 24 હજાર કિંમત, ટાટા કંપનીના ટ્રક 7 લાખ કિંમત, રોકડ 6600, 3 મોબાઈલ નંગ 3 હજાર, 1 પ્લાસ્ટિકની નળી, સ્ક્રુ ડ્રાઇવર પેચીયા મળી કુલ મુદ્દામાલ 9,36,440નીં કિંમતનોં કબ્જે લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :Vadodara Crime: સગીર બાળક લગ્નપ્રસંગમાંથી 1.50 લાખની ચોરી કરી ફરાર, પણ CCTVમાં ઝડપાઈ ગ્યો
રાજ્યમાં વિવિધ વિસ્તારમાં ચોરી :ભાવનગરના વરતેજ પોલીસે પકડેલા આરોપીઓ ડીઝલ ચોરીમાં પોતાનો ટ્રક ઉપયોગમાં લેતા હતા. મોડી રાત્રે હાઇવે પર પોતાનો ટ્રક લઈને હાઇવે પરના ઢાબા અને હોટલોમાં ઉભેલા અન્ય ટ્રકો પાસે નજીકમાં ઉભો રાખીને ડીઝલ ટેન્કનું લોક તોડીને ડીઝલ ચોરી કરતા હતા. પોતાના ટ્રકમાં તાલપત્રીની આડમાં કેરબા રાખવામાં આવ્યા હતા. જેમાં ડીઝલ ભરવામાં આવતું હતું. પકડાયેલા શખ્સોએ અમદાવાદ, મોરબી, વાંકાનેર, હળવદ અને ભાવનગર જિલ્લામાં ડીઝલ ચોરીની કબૂલાત આપી છે. આમ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ડીઝલ ચોરી કરતા હોવાનું ખુલવા પામ્યું છે તેમ Dysp આર.વી. ડામોરે જણાવ્યું હતું.
આ પણ વાંચો :Surat Crime : નોકરી માંગવા આવેલો શખ્સ 48.86 લાખ હીરા ચોરી રફુચક્કર, જૂઓ CCTV
પકડાયેલા આરોપીઓ ગુનાહીત ઇતિહાસ :વરતેજ પોલીસે ટ્રક સાથે ચાર શખ્સોની ધરપકડ કરી છે, જેમાં આબીદ રફીકભાઇ નાઇતાતૈલી (ઉ.વ. 30) ધંધો.ડ્રાઇવિંગ મધ્યપ્રદેશ) વિનોદ પરમાર (ઉ.વ 27 ધંધો-મજુરી મધ્યપ્રદેશ), સાકીર શેખ (ઉ.વ 26 ધંધો-મજુરી મધ્યપ્રદેશ) અને સંતોષ દૈલીલાલ ખેંગાર (ઉ.વ 30 ધંધો-મજુરી મધ્યપ્રદેશ) સામે કાર્યવાહી કરી ગુનો નોંધ્યો છે. જેમાં આબીદ નાઈતાતૈલી વાલનેર મહારાષ્ટ્ર, નાગપુરી ગેઇટ અમરાવતી મહારાષ્ટ્ર, વલસાડ, અમદાવાદમાં નોંધાયેલા ગુનામાં ઝડપાયેલો છે. ત્યારે વિનોદ નારાયણ સિંગ પરમાર વિરુદ્ધ બરસી તાલુકો મહારાષ્ટ્ર, વલસાડ શહેર અને અમદાવાદમાં ડીઝલ ચોરીમાં ઝડપાયેલો છે.