21 વર્ષીય જાનવી છેલ્લા 13 વર્ષથી યોગ સાથે સંકળાયેલી છે. જાનવીએ દેશ અને વિદેશમાં યોજાતી યોગની સ્પર્ધાઓમાં 100થી વધુ મેડલો મેળવ્યા છે. તેની લગન, ધગશ અને મહેનતે આ શિખર સુધી પહોંચાડી છે. તેની આ સફળતાના સાક્ષી રહેલા કોચ પણ હર્ષદભાઈએ પ્રશંગોપાત તેને સલાહ-સૂચન આપતા રહ્યાં છે.
ભાવનગરની યુવતીને કોરિયન ફિલ્મની ઓફર, વાંચો વિશેષ અહેવાલ - યોગ અને વિશ્વ
ભાવનગર: થોડા દિવસ પહેલા દક્ષિણ કોરિયામાં 31મી ઈન્ટરનેશનલ હ્યુમન ઓલિમ્પિકમાં ભારતને આમંત્રણ અપાયું હતું. જેમાં ભાવનગરની જાનવી મહેતા આ ડેલીગેશન સાથે યોગની કર્તબ લઈ ભારત દેશનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. આ સાથે જ અહીં 20 ડેલીગેશન હાજર હતા. અહીં જાનવીના યોગનું પ્રદર્શન જોઈ તેને કોરીયન યોગ ફિલ્મ માટે MOUની ઓફર અપાઈ છે. આ સાથે જ જાનવીને કોરીયન એમ્બેસેડર ઓફ યોગનો એવોર્ડ પણ અપાયો. તેને ઈન્ડો કોરીયા યોગ એન્ડ કલ્ચર એક્સચેન્જ માટે MOU પણ કર્યા. જે ભારત માટે આ ગર્વની ક્ષણ છે.
bhavnagar news world yoga day yoga special news યોગમાં સફળતા યોગના ફાયદા યોગ અને ભારતનો ઈતિહાસ યોગ અને વિશ્વ વિશ્વમાં યોગની સ્વીકૃતિ
માત્ર મહેમાન બનીને ગયેલી જાનવીને કોરિયાની ફિલ્મમાં સ્થાન મળ્યું છે, જે ભારત, ગુજરાત અને ભાવનગર માટે ગૌરવની બાબત છે. જો મનમાં ધગશ હોય તો કપરા પર્વતનું ચઢાણ પણ અઘરું નથી લાગતું તે જાનવી મહેતાએ સાબિત કરી બતાવ્યું છે