ગુજરાત

gujarat

By

Published : Oct 1, 2022, 8:36 PM IST

Updated : Oct 1, 2022, 9:06 PM IST

ETV Bharat / state

ભાવનગર આપશે સમગ્ર ભારતને ગેસ, 8 મિલિયન મેટ્રિક ટન ગેસનો સંગ્રહ થશે

ભાવનગરના આંગણેથી સમગ્ર ભારતને CNG ગેસ (CNG Terminal Bhavnagar) પૂરો પાડવાના પ્રોજેકટનું વડાપ્રધાને ખાતમુહૂર્ત કર્યું છે. CNG ટર્મિનલ શુ છે અને તેમાં ગેસ કેવી રીતે આવશે અને કેવી રીતે સમગ્ર ભારતમાં પહોંચશે તેના માટે ભાવનગર કલેકટર સાથે ETV BHARATએ ખાસ વાતચીત કરી હતી.

ભાવનગર આપશે સમગ્ર ભારતને ગેસ, નવા બંદર પર 8 મિલિયન મેટ્રિક ટન ગેસ થશે સંગ્રહ
ભાવનગર આપશે સમગ્ર ભારતને ગેસ, નવા બંદર પર 8 મિલિયન મેટ્રિક ટન ગેસ થશે સંગ્રહ

ભાવનગરCNG ટર્મિનલનું ખાતમુહૂર્તકરનાર (CNG Terminal Bhavnagar) વડાપ્રધાને કહ્યું હતું કે આગામી દિવસો હવે ભાવનગરના છે. ત્યારે ભાવનગરને હાલમાં કન્ટેનર હબ, રો રો ફેરી જેવી સુવિધા હાથ પર છે ત્યારે આગામી દિવસોમાં CNG ટર્મિનલ,વ્હીકલ સ્ક્રેપ યાર્ડ ભાવનગરની કાયાપલટ કરશે ત્યારે ETV BHARATએ CNG (India largest CNG terminal)ટર્મિનલ મુદ્દે ભાવનગરકલેકટર યોગેશ નીરગુડે સાથે ખાસ વાતચીત કરી હતી.

ભાવનગર આપશે સમગ્ર ભારતને ગેસ, 8 મિલિયન મેટ્રિક ટન ગેસનો સંગ્રહ થશે

સૌથી મોટું ટર્મિનલ ભાવનગરના નવા બંદર પર ભારતનું સૌથી મોટું CNG ટર્મિનલ(India largest CNG terminal) બનવા જઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાતમુહૂર્ત(Prime Minister inaugurated project) પણ કર્યું છે. નવા બંદર પર 4024 કરોડનો પ્રોજેકટ આગળ વધી રહ્યો છે. લંડનના ફોરેસ્ટ ગ્રૂપ,મુંબઈના પદ્મનાભ મફતલાલ ગ્રૂપ અને નેધરલેન્ડની રોયલ બોસ્કાલીસ ગ્રૂપ દ્વારા ભાવનગર પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી કમ્પનીની સ્થાપના કરવામાં આવી છે.

એગ્રીમેન્ટ તૈયાર ભાવનગરના નવાબંદર પર નવું ટર્મિનલ બનાવ જઇ રહ્યું છે ત્યારે પ્રોજેકટના અધિકારીઓ સાથે વાત થતા તેમને જણાવ્યું હતું કે રસલ ખેમા સાથે એગ્રીમેન્ટ થઈ ચૂક્યું છે અને ગેસ નવા બંદર પર લાવવામાં આવશે. નવા બંદર પર કન્ટેનરમાં રિઝર્વ રાખવામાં આવશે. પ્રથમ ફેઝમાં 8 મિલિયન મેટ્રિક ટન ગેસ સાચવવાની ક્ષમતા હશે અને ત્યાંથી GSPC લાઇન મારફત સમગ્ર દેશમાં ગેસ પોહચાડવામાં આવશે.

2026માં કામ પૂર્ણ નવા બંદર પર લોકગેટ બાજુમાં બીજો લોકગેટ બનાવવામાં આવશે એટલે બે લોકગેટ થશે જેથી ઓટ આવતા સમયે પાણીનું સ્તર ઘટે નહિ. નવા બંદરના નોર્થકવે એરિયામાં ટર્મિનલ બનવાનું છે જેમાં અલગ અલગ ચાર ઘટકમાં ટર્મિનલ હશે જેમકે 1. કન્ટેનર ટર્મિનલ 2. પર્પઝ ટર્મિનલ 3.લિકવિડ ટર્મિનલ 4. CNG ટર્મિનલ હશે. આ પ્રોજેકટ 4024 કરોડનો છે જે પહેલા ફેઝમાં તૈયાર થશે અને આ પ્રોજેકટ 2026 માં પૂર્ણ થઈ જશે.

Last Updated : Oct 1, 2022, 9:06 PM IST

ABOUT THE AUTHOR

...view details