ગુજરાત

gujarat

ETV Bharat / state

Dummy Candidate Scam : ડમી ઉમેદવારનું મોટું કૌભાંડ ખુલ્યું, 36 શખ્સો સામે ફરીયાદ - Dummy candidate scam in Dihor

ભાવનગરના દિહોરથી ડમી ઉમેદવાર બેસાડવાનું મસમોટું કૌભાંડ ખુલ્લું પડ્યું છે. ડમી વિદ્યાર્થી માટે 5 લાખથી 10 લાખ જેવી રકમ લેતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યારે ભાવનગર LCB પોલીસ ઇન્ચાર્જ PI શીંગરખીયા ફરિયાદી બનીને 36 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

Dummy Candidate Scam : ડમી ઉમેદવારનું મોટું કૌભાંડ ખુલ્યું, 36 શખ્સો સામે ફરીયાદ
Dummy Candidate Scam : ડમી ઉમેદવારનું મોટું કૌભાંડ ખુલ્યું, 36 શખ્સો સામે ફરીયાદ

By

Published : Apr 15, 2023, 11:40 AM IST

ભાવનગર : ભાવનગર LCB PIને મળેલી બાતમીના આધારે 2012થી 2023 સુધી ડમી ઉમેદવારો બેસાડવાનું કૌભાંડ ખુલ્લું પાડ્યું છે. બાતમીના પગલે દિહોરના શરદકુમાર ભાનુશંકર પનોતને પકડતા એક પછી એક ડમી વિદ્યાર્થીઓ બેસાડ્યા હોવાની 2012થી 2023 સુધીના મામલાઓ ખુલ્લા પડ્યા હતા. ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગામડાઓના ડમી ઉમેદવારો અને ડમી ઉમેદવાર બેસાડવા તૈયાર જેતે સમયના પરિક્ષાર્થીઓ સામે ફરિયાદ નોંધાઇ છે.

36 શખ્સો સામે ફરિયાદ : ભાવનગર LCB પોલીસના ઇન્ચાર્જ PI બી.એચ. શીંગરખીયાએ ખુદ ફરિયાદી બનીને 36 શખ્સો સામે સરકાર સાથે વિશ્વાસઘાત અને ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. જેમાં મુખ્ય શરદ લાભશંકર પનોત દિહોરવાળો, પ્રકાશકુમાર ઉર્ફે પી કે કરશન દવે પીપરલાવાળો અને બળદેવ રમેશ રાઠોડ તળાજાવાળો તેમજ ડમી ઉમેદવાર મિલન ઘુઘાભાઈ બારૈયા સરતાનપરવાળા મુખ્ય આરોપીઓ તરીકે જણાવવામાં આવ્યા છે. પૂછતાછ કરતા અન્ય મળીને કુલ 36 નામો ખુલતા 36 સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ પણ વાંચો :Dummy Student : પરીક્ષામાં છબકડું ફેલ, યુવતીની જગ્યાએ પરીક્ષા આપવા આવેલા યુવકને માસ્તરે કલાસમાંથી પકડી લીધો

કઈ રીતે કરવામાં આવતું હતું કૌભાંડ :ભાવનગરના દિહોરના શરદકુમાર એક ડમી વિદ્યાર્થી માટે 5 લાખથી 10 લાખ જેવી રકમ લેતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. જ્યારે ડમી ઉમેદવારને 25 હજાર આપતો હતો. ડમી ઉમેદવારના ફોટાને કોમ્પ્યુટર મારફત જે તે પરીક્ષા આપનાર હોય તેની હોલ ટીકીટ અને આધારકાર્ડમાં ફોટો ફેરવીને ડુપ્લીકેટ બનાવવામાં આવતું હતું. ત્યારબાદ ડુપ્લીકેટ હોલ ટીકીટ અને આધારકાર્ડ ડમી વિદ્યાર્થી પરીક્ષા આપવા જતા સમયે ઉપયોગમાં લેતા હતા. ડમી ઉમેદવારની હારમાળા સામે આવી છે. જેમાં ખાસ કરીને તળાજા તાલુકાના ગામડાના ડમી વિદ્યાર્થી હોવાનું ફરિયાદમાં સામે આવી રહ્યું છે. ડમી ઉમેદવારો રાજ્ય શિક્ષણ બોર્ડના ધોરણ 10 અને 12માં પણ બેઠેલા છે. સરકારની સ્પર્ધાત્મક નોકરી મેળવવાની પરીક્ષામાં ડમી તરીકે પરીક્ષા આપી છે.

આ પણ વાંચો :મહારાષ્ટ્રની નદીમાંથી મળી આવ્યો 'ડમી બોમ્બ'

આરોપીઓના નામ :LCBના ઇન્ચાર્જ PI બી.એચ. સિંગરખીયાએ કુલ 36 શખ્સો સામે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં શરદકુમાર પનોત, પ્રકાશકુમાર ઉર્ફે પીકે કરશન દવે, બળદેવ રાઠોડ, મિલન બારૈયા, પ્રદીપકુમાર બારૈયા, શરદના કહેવાથી ફિઝિક્સની પરીક્ષા આપનાર, મિલન ઘુઘાભાઈ આપેલ ડમી વિદ્યાર્થી, કવિ એન રાવ, રાજપરા દિહોર તળાજાના વિદ્યાર્થી, ભાવેશ રમેશભાઈ જેઠવા, જી એન દામાણી મ્યુનિસિપલ હાઇસ્કુલ અમરેલીવાળો, રાજ ભાલીયા, હિતેશ, હિતેશ બાબુભાઈનો ડમી, રાહુલ પાર્થ ઈશ્વરભાઈ જાની, પાર્થ ઈશ્વર જાનીનો ડમી ઉમેદવાર, રમણીક મથુરામભાઈ જાની, ભાર્ગવ બારૈયા દવે, મહેશ લાભશંકર લાધવા, અંકિત લકુમ, વિમલભાઈ જાની, કૌશિક મહાશંકર જાની, જયદીપ બાબુ ભેડા, ભગીરથ અમૃત પંડ્યા, ભગીરથ અમૃત પંડ્યાનો ડમી ઉમેદવાર, નિલેશ ઘનશ્યામ જાની, નિલેશ ઘનશ્યામ જાનીનો ડમી ઉમેદવાર, જયદીપ ભદ્રેશ ધાંધલ્યા, અક્ષર રમેશ બારૈયા, સંજય પંડ્યા, દિનેશ પંડ્યા,ભદ્રેશ પંડ્યા, અભિષેક પંડ્યા, અલ્પેશ પંડ્યા, ચંદુ પંડ્યા અને હિતેન હરિભાઈ બારૈયા સામે સરકારને નુકસાન પહોંચાડી આધારકાર્ડ અને હોલ ટિકિટ માં કોમ્પ્યુટર મારફત ફોટા બદલાવી ચેડા કર્યા હોવાને પોલીસ ફરિયાદ નોંધાઇ છે

ABOUT THE AUTHOR

...view details