ભાવનગર:ભાવનગરમાં ડમી ઉમેદવાર બેસાડવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જિલ્લામાં 11 વર્ષથી ચાલતા ડમી કાંડમાં ચાર શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. ડમીકાંડના મુખ્ય આરોપીઓ ઝડપાઈ ગયા બાદ કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
ચાર આરોપીઓના રિમાન્ટ મંજૂર: ભાવનગરના ડમી કોભાંડમાં ભાવનગર પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે. ચારમાં જોઈએ તો શરદ ભાનુશંકર પનોત, પ્રકાશ ઉર્ફે પી કે કરસનભાઈ દવે, બળદેવ રમેશ રાઠોડ અને અને પ્રદીપ નંદલાલ બારૈયાએ એકબીજાને મદદ કરીને અલગ અલગ પરીક્ષાઓમાં ઉમેદવારો પાસેથી મોટા પ્રમાણમાં પૈસા લીધા હતા. ઉમેદવારોની હોલ ટિકિટ તથા આધારકાર્ડમાં ફોટા સાથે ચેડા કરી ડમી ઉમેદવારો તરીકે મિલન ઘુઘાભાઈ બારૈયા મૂળ સરતાનપરવાળો તથા બીજા ડમી ઉમેદવાર બેસાડી સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો હતો. પોલીસે ચારેય શખ્સોને ઝડપી વધુ પૂછતાછ હાથ કરી છે.
કઈ પરીક્ષામાં ડમી: ભાવનગર પોલીસે ડમી ઉમેદવાર કૌભાંડ 2012થી 2023 સુધી ઉમેદવાર બેસાડવામાં આવતા હોવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. 2020માં ધોરણ 12માં ફિઝિક્સ વિષયમાં સ્વામી વિદ્યામંદિર ભાવનગરમાં ડમી, એમ કે જમોડ સ્કૂલમાં ધોરણ 12 આર્ટ્સમાં અંગ્રેજી વિષયમાં ડમી, લેબ ટેક્નિશિયનની પરીક્ષામાં અમદાવાદ ખાતે ડમી, જેઠવા ભાવેશ રમેશભાઈ રહેઠાણ પીપરલાના પશુધન નિરીક્ષક પરીક્ષામાં ડમી, વન રક્ષક પરીક્ષામાં વિદ્યાર્થીઓના ડમી ધારી, જી.એન દામાણી હાઈસ્કૂલમાં ડમી, ભાલીયા રાજ ગીગાભાઈ ધોરણ 12 સાયન્સમાં બગસરામાં ડમી તરીકે બેસાડયા હોવાનું FIR માં જણાવવામાં આવ્યું છે. જોકે શરદ પનોત અને બળદેવે ભેગા મળી મિલન ઘુઘાભાઈને ડમી તરીકે બેસાડતા હતો. ઉપરાંત કૌશિક મહાશંકર જાનીની જગ્યાએ જયદીપ બાબુભાઈ ભેડાને રાજકોટ એમપીએચડબ્લ્યુની પરીક્ષામાં વિકલાંગના નામે ભગીરથ અમૃતભાઈ પંડયાની જગ્યાએ અન્યને MPHWની પરીક્ષામાં નિલેશ ઘનશ્યામભાઈ જાનીની જગ્યાએ રાજકોટના જયદીપ, ભદ્રેશભાઈ ધાંધલીયાની જગ્યાએ અક્ષર, રમેશભાઈ બારૈયાની જગ્યાએ ડમી તરીકે બેસાડવામાં આવ્યા હતા. હાલ ગાંધીનગર નોકરી કરતા શખ્સના બદલે સંજયભાઈ હરજીભાઈ પંડ્યા મારફતે વર્ગ-3 ની પરીક્ષા અપાવી હતી.
કેટલી લેવાતી હતી રકમ: ડમી ઉમેદવાર દીઠ 25,000 શરદ ભાનુશંકર દવે તથા પ્રકાશ દવે લેતા હતા. ત્યારે પશુધન નિરીક્ષણ પરીક્ષામાં હિતેશ બાબુભાઈ પંડ્યાના ડમી તરીકે તેમજ રાહુલ બોટાદ અને પાર્થ ઈશ્વરભાઈ જાની રહેઠાણ હિમાલયા પાર્ક ટોપ થ્રી સામેના ડમી તરીકે બેસાડ્યા હતા. શરદ પનોત વર્ષ 2012માં રમણીક મથુરામ જાની રહેઠાણ રબારીકાના કહેવાથી બારૈયા દવે, ભાર્ગવ કનુભાઈ ધોરણ 12ની પરીક્ષા ડમી તરીકે અમરેલીમાં તથા અલગ અલગ સ્કૂલોમાં ડમી તરીકે પરીક્ષા આપી હતી. આ પરીક્ષા બદલ રમણીક પાસેથી 20,000 લીધા હતા. આ ભાર્ગવ સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે વડોદરામાં નોકરી કરતો હતો. જ્યારે ડમી તરીકે મિલન ઘુઘાભાઈને બેસાડ્યા હતા. છ માસ પહેલા મહેશ લાભશંકર લાધવાના કહેવાથી ગ્રામ સેવકની પરીક્ષામાં અંકિત લકુમના ડમી તરીકે બેસાડ્યા હતા. વિમલ બટુકભાઈ જાની રહેવાસી ભાવનગર પાસેથી રૂપિયા પાંચ લાખથી રૂપિયા દસ લાખ જેવી રકમ શરદ અને પ્રકાશ દવે લેતા હતા.