ભાવનગરઃ વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસનાં સંક્રમણને રોકવા માટે દેશના વડાપ્રધાન દ્વારા 21 દિવસ ભારત લોકડાઉન ક વામાં આવ્યું છે. જેથી અનેક લોકો જે પોતાના રોજગાર માટે એક શહેરથી બીજા શહેર અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વ્યવસાય કરી રોજગારી પ્રાપ્ત કરી રહ્યાં હતા. લોકડાઉનના કારણે મોટી સંખ્યામાં લોકો પોતાના વતન પાછા ફરી રહ્યાં હતાં, પરંતુ સરકાર દ્વારા એના પર રોક લગાવાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતાં.
લોકડાઉનમાં ગેરકાયદેસર પ્રવેશેલા લોકોને ટ્રેક કરાશે, ભાવનગર તંત્રનો એક્શન પ્લાન તૈયાર - lock down news
ગુજરાતમાં વધતા જતા કોરોના પોઝિટિવના કેસને ગંભીરતાથી લઈ ગુજરાત સરકાર દ્વારા હેલ્થ સર્વેનો બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવી રહ્યો છે. જેમાં હવે ગામડાઓમાં અન્ય ગામડા અને જિલ્લામાંથી આવેલા લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, ત્યારે ભાવનગર જિલ્લામાં લોકડાઉન દરમિયાન ૩ લાખ લોકો પરત પાછા વતન આવ્યા છે. જેમાંથી એક લાખ 70 હજાર લોકોને ટ્રેક કરવામાં અધિકારીઓ સફળ રહ્યાં છે. તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવેશેલા લોકોની ઓળખ અને તેને ટ્રેક કરવાની કવાયત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઝડપી બનાવવામાં આવી છે.
જિલ્લામાં પણ લોકડાઉનના સમય દરમિયાન એનકેન પ્રકારે લોકો પોતાના વતન પાછા ફરી રહ્યાં હતા. કુલ 3 લાખ જેટલા લોકો પરત પાછા ફર્યા છે. જેમાંથી 1 લાખ 70 હજાર લોકોને ટ્રેક કરીને તેમની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. આ કાર્ય માટે તંત્ર દ્વારા ટીમ બનાવવામાં આવી હતી. જે ગેરકાયદેસર પ્રવેશેલા લોકોને પકડીને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની સાથે તેમની મેડિકલ તપાસ કરાવવાની કામગીરી કરી રહી છે.
જિલ્લા પંચાત દ્વારા બે ટીમ દરેક ગામમાં બનાવવામાં આવેલી છે. જેમાં એક ટીમ એ ગામમાં કોરોના વાઈરસના સંક્રમણને રોકવા તેમજ ગામમાં કોઈ વ્યક્તિને શરદી, તાવ, ઉધરસની બીમાર હોય તેવા વ્યક્તિઓને ચેક કરી સારવાર માટે ખસેડશે. તેમજ બીજી ટીમ ગામમાં ઘરે ઘરે જઈ ઘરમાં રહેલ સભ્યોની યાદી તૈયાર કરી અધિકારીઓ સુધી પહોંચાડશે. જો કે, અત્યાર સુધીમાં ગ્રામ્ય સ્તરે એક કેસ સિવાય બીજો કોઈ કેસ સામે આવ્યો નથી. તેમજ કોરોના વાઈરસ સંક્રમણને રોકવા માટે ગામલોકો તેમજ સરપંચોની પણ મદદ લેવામાં આવી રહી છે.