Bhavnagar Crime દીકરીઓની 11 વર્ષે પતિ ચિંતા નહિ કરતા પત્નીની ત્રીજી ફરિયાદ ભાવનગરમાં:પિતાના ઘરે રહેતી પરિણીતાએ પતિની સામે 11 વર્ષ બાદ શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. ભાવનગર મહિલા પોલીસ સ્ટેશનમાં મહિલાએ ત્રીજી ફરિયાદ કરી દીધી છે. રાજકોટ સ્થિત પતિ,સાસુ,સસરા અને નણંદ સામે નોંધાવીને ન્યાયની માંગણી છે. મહિલાના આક્ષેપ પતિ સામે ગંભીર ફરિયાદમાં ટાંકવામાં આવ્યા છે.
આક્ષેપો પત્નીના:ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારના લક્ષ્મીનગરમાં રહેતા મહેશભાઈ ચૌહાણની પુત્રી હેતલના લગ્ન રાજકોટ સ્થિતિ આદિત્ય જગદીશભાઈ કારેલીયા સાથે 2011માં ભાવનગર કાળિયાબીડ સપ્તપદી હોલમાં થયા હતા.લગ્ન બાદ સાસરે રાજકોટ હેતલબેન ગયા પછી આણું વળાવ્યા બાદ ત્રણ મહિના પછી પતિ મેણા ટોળા મારવા લાગ્યા હતા. પતિ અને સાસુએ "તું કરીયાવરમાં કાઈ લાવી નથી. જા તારા બાપાના ઘરેથી લઈ આવ" જેવા મેણા ટોળા મારવાની શરૂઆત કરી હતી. સાસુ કહેતા તારી સાથે લગ્ન કરાવવા મારા દીકરાએ 5 લાખ નાખીને ઘર રીપેરીંગ કરાવ્યું અને તું કરિયાવરમાં કાઈ લાવી નથી.નણંદ અસ્મિબેન સાસુને કહેતા "આને તું કયું મોઢું જોઈને લાવી છો આવી ત્યારના ખર્ચા કરાવે છે" જેવા શબ્દો કહેવામાં આવતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
આ પણ વાંચો Bhavnagar Blast: ભાવનગરમાં નવા બંદર સુમિટોમો કંપનીના MPP પ્લાન્ટમાં બ્લાસ્ટ, 10 ઈજાગ્રસ્ત
અંતે પિયરમાં પરત:હેતલબેનના લગ્ન બાદ સાસરીયામાં નણંદ અસ્મિબેન પતિને ચડામણી કરતા હતા. ચડામણી બાદ મારા પતિ મારઝૂડ કરીને ઘરની બહાર કાઢી મુકતા હતા. બે ત્રણ વખત બહાર કાઢી મુક્યા બાદ 2013માં પોતાના પિતાને જણાવ્યું હતું. 2013માં આવેલ મારાભાઈ સામે મને મારા સાસરીયાઓએ પહેરેલા કાપડાએ બહાર મારી દીકરી સાથે કાઢી મૂકી હતી. લગ્ન બાદ પ્રથમ નક્ષત્રા 11 વર્ષની અને બાદમાં પ્રેગ્નસી રહેતા બીજી દીકરી સ્વરા 10 વર્ષનીનો જન્મ બાદ દીકરીઓ સાથે બહાર કાઢી મુકતા પિતાના પિયરમાં આવી ગઈ હતી. 11 વર્ષથી ભાવનગર પિયરમાં પિતાના ઘરે રહું છું તેમ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો Bhavnagar News : ભાવનગરમાં લગ્ન મંડપમાં દુલ્હનને હાર્ટ એટેક આવતા મોતને ભેટી, પરિવારે જાન પાછી ન જાય માટે નાની દીકરીને પરણાવી
પોલીસની તપાસ:ભાવનગરની દીકરીએ પિતાના ઘરે 11 વર્ષ વિતાવ્યા અને પોતાની બે માસૂમ દીકરીઓને નાનપણથી મોટી કરી છે. પિતાના ઘરે રહેતી હેતલબેન પોતાની દીકરી નક્ષત્રા અને સ્વરા માટે હવે પતિ સામે બાયો ચડાવી છે. હેતલબેન અગાવ પતિ સામે 2014માં ભરણપોષણ અને 2020માં ઘરેલુ હિંસાની ફરિયાદ કરી ચુક્યા હોવા છતાં પતિના પેટનું કે સાસરીયાઓનું પાણી નહિ હલતા હવે ભાવનગર મહિલા પોલીસ સ્ટેશનમાં શારીરિક માનસિક તસની ત્રીજી ફરિયાદ નોંધાવી છે. હેતલબેને પોતાની દીકરીઓના ભવિષ્ય માટે ત્રીજી ફરિયાદ કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે.
ગઈકાલે હેતલબેન કરીને છે તેમને રાજકોટ સાસરીયા સામે ફરિયાદ નોંધાવી છે.તપાસ ASI લીલાબેન ચલાવી રહ્યા છે અને તપાસ હાલમાં શરૂ કરીછે.--પીઆઇ પી આર મેટાલીયા (ટેલિફોનિક વાતચીતમાં)