ગુજરાત

gujarat

ETV Bharat / state

Bhavnagar Crime News : નિવૃત પીઆઈ સાયબર ફ્રોડનો શિકાર બન્યાં, ગૂગલ પે કરાવીને અઢી લાખ પડાવી લીધાં - સાયબર ગઠિયા

ઓનલાઇન બેન્કિંગની આંગળીના ટેરવે થતી ખરીદીની મજા એક નિવૃત્ત પીઆઈને બહુ ભારે પડી ગઇ છે. સાયબર ગઠિયાઓનો ભોગ બનેલા નિવૃત પીઆઈના અઢી લાખ રુપિયા ચટ થઇ ગયાં છે. ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવાઇ છે.

Bhavnagar Crime News : નિવૃત પીઆઈ સાયબર ફ્રોડનો શિકાર બન્યાં, ગૂગલ પે કરાવીને અઢી લાખ પડાવી લીધાં
Bhavnagar Crime News : નિવૃત પીઆઈ સાયબર ફ્રોડનો શિકાર બન્યાં, ગૂગલ પે કરાવીને અઢી લાખ પડાવી લીધાં

By

Published : Apr 8, 2023, 7:53 PM IST

ભાવનગર : ભાવનગરના કાળિયાબીડમાં ભાડે રહેતા નિવૃત્ત પોલીસ ઇન્સ્પેકટર મહેન્દ્રસિંહ ઝાલા સાયબર ફ્રોડનો શિકાર બન્યાં હતાં. તેમને વોટ્સએપમાં અન્ય નિવૃત્ત પોલીસ ઇન્સ્પેકટરના ફોટાવાળું ડીપી રાખીને વિશ્વાસમાં લઈને છેતરવામાં આવ્યા હતાં.પીઆઈએ પત્ની અને મિત્ર પાસેથી અને પોતાના ખાતામાંથી રકમો વાપરી વોટ્સએપમાં બતાવાયેલા સામાનની ખરીદી કરી અને સાંજ થતા કશું આવ્યું નહીં. આથી પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પીઆઈને પીઆઈની જ ઓળખાણ આપી : ડિજિટલ યુગમાં નિવૃત પોલીસ કર્મચારીઓને પણ ઠગવામાં ભેજાબાજોએ ભેજું ચલાવીને ઓનલાઈન છેતરપિંડી આચરી લીધી છે. વોટ્સએપમાં નિવૃત PIનું ડીપી રાખીને ભાવનગરના નિવૃત PIને CISFના જવાનનો માલસામાન વેચવાનું કહીને ફોટા પણ બતાવ્યાં હતાં.જેથી ઓનલાઈન લાખોની રકમ ગૂગલ પે દ્વારા મંગાવીને છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ મોબાઈલ નમ્બરધારક સામે નોંધાવાઇ છે.

આ પણ વાંચો Surat Crime : શેર માર્કેટમાં રોકાણની લોભાવણી લાલચ આપી લાખોની છેતરપિંડી કરનાર ઝડપાયો

PI ભાવનગરમાં આવ્યા અને છેતરાયા : સુરેન્દ્રનગરના ઓમ શક્તિપાર્કમાં રહેતા નિવૃત PI મહેન્દ્રસિંહ લાલુભા ઝાલા ભાવનગર કાળિયાબીડમાં પોતાના પુત્રના 12 સાયન્સ અભ્યાસના કારણે રહેવા આવ્યા છે. ત્યારે મહેન્દ્રસિંહ લાલુભા ઝાલાને વોટ્સએપમાં નિવૃત PI એમ સી ગોહિલના ડીપીવાળા 6001338406 ઉપરથી મેસેજ આવ્યો હતો. કેમ છો થી વાતની શરૂઆત થઈ અને મહેન્દ્રસિંહે તેઓ ભાવનગર રહેવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. આ સાથે આ નમ્બર પરથી ધરમશીભાઈ CISFમાં સબ ઇન્સ્પેકટર છે તેની બદલી થતા સામાન સસ્તામાં વેચવાનો છે તેમ જણાવ્યું હતું.

એક પછી એક ઓનલાઈન સોદા પાડ્યા : એમ સી ગોહિલવાળા નમ્બરમાં મેસેજ બાદ તરત ધરમશીભાઈનો 6295743125 ઉપરથી ફોન આવ્યો મહેન્દ્રભાઈ પર આવ્યો હતો અને તેમને પોતાનો સામાન 65,000માં આપવાનું કહેતાં અંતે 45,000 રુપિયા ગૂગલ પે મહેન્દ્રભાઈએ વિશ્વાસમાં આવીને કર્યા અને ઓનલાઇમ ખરીદી કરી. જો કે બાદમાં ધરમશીભાઈએ બુલેટ, કબાટ, ઇનવર્ટર અને આરઓનો પણ સોદો પાડ્યો જેની અલગ અલગ કિંમત ગૂગલ પે કરાવી હતી.

આ પણ વાંચો Cyber Crime Surge in Vadodara : સાયબર ઠગાઇ માટે કયા કયા વિષયોની જાળ નાંખી રહ્યાં છે ગઠિયા જાણો

અંતે CISF ગેટ પાસ જીપીએસ ટ્રેકિંગના નામે પડાવ્યાં : ધરમશીભાઈએ સમાન પેક થઈ ગયો છે હવે તમને મોકલીએ છીએ કહ્યું ને થોડી વારમાં નવીનસિંહ નામના વ્યક્તિનો ફોન આવ્યો કે CISF ગેટ પર ફી માંગે છે. આવું કહી 15,500 મંગાવ્યા અને બાદમાં ફરી નવીનસિંહનો ફોન આવ્યો કે કોમ્પ્યુટરમાં પૈસા આવતા નથી. ફરી 15,000 અને 500 અલગ મોકલો જે સામાન સાથે રોકડા મળી જશે. આમ 31,000 ગૂગલ પે કર્યા હતા. બાદમાં ધરમશીભાઈનો ફોન આવ્યો કે CISFની ગાડી સિક્યુરિટી વગર નીકળે નહીં માટે ટ્રેકિંગ વ્યવસ્થા છે. તમે જીતેન્દ્રવરમવાળા નમ્બર પર ફરી 86,000 ગૂગલ પે કરો જે 31,500 ની સાથે રોકડ મળી જશે. આથી મહેન્દ્રસિંહે તે પણ ગૂગલ પે કર્યા હતા.

છેવટે છેતરપિંડીની શંકા ગઇ : સાંજ થતા નવીનસિંહનો ફોન આવ્યો કે રાત્રે વાહન બહાર જવાનો નિયમ નથી એટલે કાલ સવારમાં નીકળશું. આથી શંકા જતા મહેન્દ્રસિંહ દ્વારા ગાંધીનગર 1930 પર ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. 6001338406 નો મોબાઈલ ધારક અને 6295743125 મોબાઈલ ધારક તેમજ જીતેન્દ્રવરમ નામના ત્રણ શખ્સો સામે 2,53,450 લાખની ઓનલાઈન પોલીસ ફરિયાદ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવાઇ છે. પીઆઈ નિલમબાગ સ્ટેશન પી ડી પરમારે જણાવ્યું હતું કે ફરિયાદના આધારે હાલ હજુ તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details