ભાવનગર : શહેરનું સરિતા શોપિંગ સેન્ટર ફરી વિવાદમાં સપડાયું છે. ફ્લાયઓવરને સ્પર્શી જતું સરિતા શોપિંગ સેન્ટર નગરપાલિકાના સમયથી અડીખમ છે. રીનોવેશન થયેલુ સરિતા શોપિંગ સેન્ટર ગેરકાયદે હોવા છતાં પણ છેલ્લા 50 વર્ષ કરતા વધુ સમયથી એક પણ શાસકો તેને હટાવી શક્યા નથી. નવા આવેલા કમિશનર ગેરકાયદેસર બાંધકામ પગલે કડકાઈ વાપરી છે, ત્યારે વિપક્ષે માંગ કરી છે કે શોપિંગ સેન્ટર હટાવવા વાલા દવલાની નીતિ રાખ્યા વગર દૂર કરવામાં આવે. જોકે, ભાજપના શાસકો આ મામલે મૌન સેવી રહ્યા છે.
ક્યારે અસ્તિત્વમાં આવ્યું ગેરકાયદેસર શોપિંગ સેન્ટર :મળતી માહિતી અનુસારભાવનગર શહેરમાં નગરપાલિકા અસ્તિત્વમાં હતી, ત્યારે સરિતા સોસાયટીના કોમન પ્લોટમાં બાંધકામ કરવા માટે નગરપાલિકામાં જે તે સમયે બિનખેતી કોમર્શિયલ કરીને ઠરાવ પાસ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્યાં 31 જેટલી દુકાનોનું બાંધકામ કરી લેવામાં આવ્યું હતું. ભાવનગર રાજકોટ રોડ ઉપર આવેલી સરિતા સોસાયટીના કોમન પ્લોટમાં બનેલા સરિતા શોપિંગ સેન્ટર 50 વર્ષ બાદ બની રહેલા ફ્લાય ઓવરને સ્પર્શી રહ્યું છે. સરિતા શોપિંગ સેન્ટરના કારણે રસ્તાની પણ હાલાકી મોટા પાયે ઉભી થયેલી છે. જોકે, હવે ફરી વિવાદ આ ગેરકાયદેસર બાંધકામને લઈને ઉભો થવા પામ્યો છે.
સરિતા શોપિંગ સેન્ટરથી હાલાકી :સરિતા શોપિંગ સેન્ટરમાં જવા માટે દુકાનોને આડે ફ્લાય ઓવરના કામના કારણે લોખંડના પતરા નાખી દેવામાં આવેલા છે. જોકે, શોપિંગ સેન્ટરમાં જતા લોકોને ચાલવાનો રસ્તો સાંકડો છે. તો મુખ્ય રાજકોટ રોડ શોપિંગ સેન્ટરના કારણે સાપ સમાન બનાવી દેવામાં આવ્યો છે. સરિતા શોપિંગ સેન્ટર કોમન પ્લોટમાં હોય જે નિયમ મુજબ હાલની મહાનગરપાલિકાના નિયમ પ્રમાણે ગેરકાયદેસર છે. તાજેતરમાં થોડા મહિનાઓ પહેલા શોપિંગ સેન્ટરની લંબાઈ 22 ફૂટમાંથી 10 ફૂટ ઓછી કરીને તેનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. ત્યારે મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગના અધિકારી જણાવ્યું હતું કે, સરિતા શોપિંગ સેન્ટર સરિતા સોસાયટીના કોમન પ્લોટમાં છે. જે ગેરકાયદેસર છે. બીજી વખત રીનોવેશન માટેની કોઈ પણ મંજૂરી લેવામાં આવેલી નથી. જોકે, કોમન પ્લોટમાં છે એટલે તે બાંધકામ ગેરકાયદેસર કહેવાય. આશરે અઢી વર્ષ પહેલા 260 નીચે નોટિસ પાઠવવામાં આવશે.