લોકસભા ચૂંટણી 2024ની ચૂંટણીની અસર ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકામાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના પદોની નિમણૂક બાદ નવ કમિટીની રચનાઓ કરવામાં આવી છે. 9 કમિટીમાં ચેરમેનો પણ નિમણૂક કરવામાં આવ્યા છે. પરંતુ અહીંયાં કમિટીઓની રચના પાછળ નિમવામાં આવેલા ચેરમેનો પક્ષના સીધા આદેશ મુજબ નક્કી થતા હોવાનું માનવામાં આવે છે. જો કે ચેરમેનોની નિમણૂક પાછળ પણ જ્યારે ચૂંટણી માથે હોય ત્યારે રાજકીય દ્રષ્ટિથી નિમણૂકો થતી હોય છે તેવું કહેવામાં આવે છે. ત્યારે હાલમાં મહાનગરપાલિકાના ચેરમેનોની નિમણૂક પાછળ રાજકીય વિશ્લેષકોનો મત શું છે. જાણો
કમિટીમાં નિમાયેલા નવ ચેરમેન કોણ જાણી લ્યો :ભાવનગર મહાનગરપાલિકામાં હાલમાં જ નવ કમિટીઓની રચના કરવામાં આવી છે. જો કે પ્રથમ મેયર તરીકે ભરતભાઈ બારડ અને ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીમાં રાજુ રાબડીયાની પસંદગી થઈ હતી. ત્યારે બાકી રહેતી નવ કમિટીઓની રચના હવે કરવામાં આવી છે. આ કમિટીઓમાં જોઈએ તો જાહેર બાંધકામ કમિટીમાં ભાવેશ મોદી, વોટરવર્કમાં અશોક બારૈયા, આરોગ્યમાં રાજેશ પંડ્યા, ટાઉન પ્લાનિંગ - સિટી ઈંપૃવમાં યોગીતાબેન ત્રિવેદી, સોશિયલ વેલ્ફેર રિક્રી એન્ડ કલ્ચરમાં ભાવનાબેન ત્રિવેદી, ડ્રેનેજમાં ભરતભાઈ ચૂડાસમા, ગાર્ડનમાં ભાવનાબેન સોનાણી, સ્ટ્રીટ લાઈટમાં બાબુભાઈ મેર અને લીગલ કમિટીમાં દિલીપ જોબનપુત્રાની નિમણૂક કરવામાં આવી છે.
કમિટી ચેરમેન નિમણૂક પાછળ રાજકીય વર્ચસ્વ :ભાવનગર મહાનગરપાલિકાની 9 કમિટીની રચના બાદ ચેરમેનના નામ જાહેર કરવામાં આવ્યા છે. ભાવનગરમાં વર્ષોથી કોઈપણ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવે ત્યારે પાછળ હંમેશા પક્ષમાંથી નક્કી કરાયેલા વ્યક્તિને સ્થાન મળતું હોવાનું ચર્ચાય છે.
અત્યારના રાજકારણને જોઈએ તો સત્તાધીશો લાયકાત, અનુભવ કે શિક્ષણને નજરઅંદાજ કરીને સત્તાધીશો સાથે હા એ હા મિલાવી અથવા તો પોતાની અણઆવડતનો લાભ લઇ સત્તાપક્ષમાં પોતાનું સત્તાપક્ષ સાચવવાનું એક ષડયંત્રને તો નહીં પણ વ્યવસ્થિત ષડયંત્ર જરૂર કહી શકાય. આપની ચેનલમાં જ હમણાં આપણે જોઈ કે પ્રશ્નનો જવાબ મેયર વાંચીને આપી રહ્યા છે. ત્યારે લાગે છે કે આ માત્રને માત્ર રાજકીય વર્ચસ્વની તાકાત હોય તેવું લાગે છે...મહેન્દ્રભાઈ ઝવેરી (રાજકીય વિશ્લેષક)
ચેરમેનોની નિમણૂક પાછળ દેખાતી 2024ની ચૂંટણીનો ચિતાર : ભાવનગર મહાનગરપાલિકામાં ચેરમેનોને નિમણૂકને પગલે રાજકીય વિશ્લેષક અને પીઢ પત્રકાર મહેન્દ્રભાઈ ઝવેરીએ જણાવ્યું હતું કે ચેરમેનોની નિમણૂકને લાગે વળગે છે. ત્યાં સુધી નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. તેમાં એક પણ ચહેરો એવો નથી કે જે તે કમિટી માટે વ્યવસ્થિત જાણકારી હોય કે વ્યવસ્થિત અભ્યાસ હોય કે માર્ગદર્શન આપી શકે. 2024ની ચૂંટણીને લઈને મંથન થઈ રહ્યું તેવું લાગે છે. જો કે ભાજપમાં જ ભાગલા પડ્યા હોય અને આરએસએસનું જોર વધી રહ્યું હોય તેવું અંગત મારું માનવું છે.
કમિટીમાં ચેરમેન પદ માટે શું હોવું જરૂરી માની શકાય :મહાનગરપાલિકાના નવ કમિટીના ચેરમેનોની નિમણૂક કરવામાં આવી છે. પરંતુ આ ચેરમેનોની નિમણૂક કરવા માટે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી બની જાય છે. જેથી કરીને પ્રજાના પ્રશ્નોને વાચા આપી શકાય, ત્યારે પીઢ પત્રકાર અરવિંદ સ્વામીએ જણાવ્યું હતું કે 2024ની ચૂંટણી નજીક છે. ત્યારે સત્તાપક્ષ જ્યારે પણ કોઈ પણ પદાધિકારીને નિમણૂક હોય તે ચૂંટણીને લઈને કરે છે એટલે અહીંયા પણ તેવું થયું હોય તેવું લાગી રહ્યું છે. ચેરમેન જે તે કમિટીના હોય તેને જ્ઞાન હોવું જરૂરી છે. જેમ કે લીગલ કમિટીના ચેરમેન હોય તો તેની પાસે કાયદાકીય જ્ઞાન હોય તેવી વ્યક્તિને પદ ઉપર બેસાડવામાં આવે તો તે દરેક પ્રશ્નો અને સમસ્યાઓને હલ કરી શકે છે અને અધિકારીઓ પાસેથી કામ પણ લઈ શકે છે. આથી ચેરમેનની નિમણૂક તેની સમજણ અને તેના જ્ઞાન તેમજ શિક્ષણને લઈને થવી જોઈએ તેવું માનવામાં આવે છે.
- Reality Check : મેયરનું શ્રમદાન કે ફોટો સેશન? સામેની બાજુએ કચરાના ઢગ ગાંધી જયંતિએ પણ હતા આજે પણ છે જૂઓ
- Congress protested on OBC issue : મહિલા આરક્ષણ વિધેયક અનુસંધાને OBC મુદ્દે કૉંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન, પોલીસે કરી ટીંગાટોળી
- Tree Replantation : ભાવનગર મનપા વૃક્ષોનું સ્થળાંતર કરી રાખે છે જીવિત, ટ્રી રીપ્લાન્ટેશનની સફળતા કેટલી જૂઓ