ગુજરાત

gujarat

ETV Bharat / state

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે ભાવનગર કોંગ્રેસે નનામી કાઢી કર્યા ઉગ્ર દેખાવ - ડીઝલ

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેનો કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી વિરોધ થઈ રહ્યો છે. આ અંતર્ગત ભાવનગર કોંગ્રેસ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાવનગર ઘોઘાગેટ ચોકમાં કોંગ્રેસ દ્વારા આક્રમક દેખાવો કરી નનામી કાઢવામાં આવી હતી.

ભાવનગર કોંગ્રેસ
ભાવનગર કોંગ્રેસ

By

Published : Jun 29, 2020, 10:30 PM IST

ભાવનગરઃ શહેરના ઘોઘાગેટ ચોકમાં કોંગ્રેસના દરેક નેતાઓ એક સાથે પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવને પગલે વિરોધમાં જોડાયા હતા. કોંગ્રેસે રેલી, ધરણા અને નનામી કાઢીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પોલીસે દરેક વિરોધમાં કોંગ્રેસીઓને રોકીને કાર્યક્રમ અસફળ બનાવવા કોશિશ કરી હતી, પરંતુ કોંગ્રેસે પોતાની આક્રમકતા દર્શાવી હતી.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે ભાવનગર કોંગ્રેસે નનામી કાઢી કર્યા ઉગ્ર દેખાવ

ભાવનગર શહેરમાં પેટ્રોલ-ડીઝલની વધેલી કિંમતને પગલે કોંગ્રેસે વિરોધ પક્ષની ભૂમિકા ભજવી છે. ભાવનગર શહેરના ઘોઘાગેટ ચોક ખાતે કોંગ્રેસએ વિરોધ પ્રદર્શીત કર્યો હતો. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સહિતની ટીમએ પેટ્રોલ-ડીઝલની કિંમતને પગલે સૂત્રોચ્ચાર કરીને ઘોઘાગેટ ચોકથી વોરા બજાર સુધી રેલી કાઢી હતી.

ઘોઘાગેટ ચોક ખાતે કોંગ્રેસ નેતા અને કાર્યકરો નીચે બેસી જતા પોલીસ અને કોંગ્રેસીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું
  • ઘોઘાગેટ ચોક ખાતે કોંગ્રેસ નેતા અને કાર્યકરો નીચે બેસી જતા પોલીસ અને કોંગ્રેસીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું
  • વોરા બજારમાંથી કોંગ્રેસ નેતા અને કાર્યકરો પુનઃ ઘોઘાગેટ ચોકમાં આવી પહોંચ્યા
  • મોતીબાગ તરફથી યુવા કોંગ્રેસ નેતા મનહરસિંહ ગોહિલ અને તેના કોંગ્રેસ આગેવાન મિત્રો નનામી સાથે આવી પહોંચ્યા
  • કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના ભાવને પગલે આક્રમક દેખાવો કરીને વિરોધ પક્ષની ભૂમિકા ભજવી

રેલી સ્વરૂપે નીકળેલા કોંગ્રેસ નેતાઓને પોલીસ દ્વારા વોરા બજારની મધ્યમાં પહોંચતા પહેલા રોકવામાં આવ્યા હતા. પોલીસ અને કોંગ્રેસ નેતાઓ વચ્ચે વોરા બજારમાં ઘર્ષણ વચ્ચે પણ કોંગ્રેસ નેતાઓર સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા. પોલીસે સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસ કાર્યકરો અને નેતાઓને પાછા વાળવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. વોરા બજારમાંથી કોંગ્રેસ નેતા અને કાર્યકરો પુનઃ ઘોઘાગેટ ચોકમાં આવી પહોંચ્યા હતા.

મોતીબાગ તરફથી યુવા કોંગ્રેસ નેતા મનહરસિંહ ગોહિલ અને તેના કોંગ્રેસ આગેવાન મિત્રો નનામી સાથે આવી પહોંચ્યા

ઘોઘાગેટ ચોક ખાતે કોંગ્રેસ નેતા અને કાર્યકરો નીચે બેસી જતા પોલીસ અને કોંગ્રેસીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે પણ નીચું નહીં મૂકીને પોતાની પુરી તાકાત સાથે 2-4 આગેવાનોને પોલીસ ડબ્બા સુધી પહોંચાડ્યા હતા. કોંગ્રેસના કેટલાક કાર્યકરો ત્યાં જ રહ્યા હતા. એવામાં મોતીબાગ તરફથી યુવા કોંગ્રેસ નેતા મનહરસિંહ ગોહિલ અને તેના કોંગ્રેસ આગેવાન મિત્રો નનામી સાથે આવી પહોંચ્યા હતા.

કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના ભાવને પગલે આક્રમક દેખાવો કરીને વિરોધ પક્ષની ભૂમિકા ભજવી

મનહરસિંહ અને ઘોઘાગેટ ચોકમાં ઉભારાયેલ કોંગ્રેસ શહેર પ્રમુખ તેમજ વિરોધ પક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ સહિત પૂર્વ પીઢ નેતાઓએ નનામી સાથે ભાજપ અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકારતા પોલીસ કાફલો દોડી ગયો હતો. કોંગ્રેસી અને પોલીસ વચ્ચે ઝપાઝપી થવા પામી હતી. પોલીસે કોઈ પણ રીતે નનામી આચકીને કોંગ્રેસીઓની અટકયત કરી હતી. કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના ભાવને પગલે આક્રમક દેખાવો કરીને વિરોધ પક્ષની ભૂમિકા ભજવી હતી.

ABOUT THE AUTHOR

...view details