ભાવનગર :શહેરના બિલ્ડરે ચાર અજાણ્યા શખ્સો સામે અપહરણ કરીને મારી નાખવાની ધમકી આપીને ખંડણી માંગવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી છે. બિલ્ડરને તેની કારમાં જ અપહરણ કરીને લઈ ગયા અને શહેરના વિવિધ સ્થળોએ ફેરવીને અંતે પૈસા આપવામાં સહમત થતાં છોડી મુક્યો હોવાની ફરિયાદ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. જોકે, પોલીસે આધારે ચાર શખ્સોને ઝડપી લીધા છે. જેમાં એક કિશોર વયનો છે જ્યારે એક આરોપી ફરાર છે.
શું હતો સમગ્ર મામલો :ભાવનગરના ડોન ચોક વિસ્તારમાં રહેતા હિતેશભાઈ પન્નાલાલ ઘોઘારી 41 વર્ષીય 4 તારીખે પોતાની કાર લઈને ઘરેથી નીકળીને ઓફિસ અને ત્યાંથી સીદસર પોતાની સાઈટ પર ગયા હતા. પોતાના મિત્રને રસ્તામાં તેના ઘરે ઉતારીને પરત ફરતા સમયે સંસ્કાર મંડળથી રૂપાણી સર્કલ વચ્ચે બે બાઈક ચાલકે ઈશારો કર્યો હતો. ત્યાં ઉભા રાખીને આમ ગાડી ચલાવાય કહી ઝઘડો કરતા અન્ય બે શખ્સો આવી પહોંચ્યા અને તેમાંથી એક લંગડાતા ચાલીને કહેવા લાગ્યો ઇજા થઇ છે. આથી તેને હોસ્પિટલ લઈ જવાનું કહેતા ચારેયે શખ્સો કારમાં બેસી ગયા હતા. તેમ ફરિયાદમાં નોંધાવવામાં આવી છે.
કારમાં બેસી ગયા બાદ બિલ્ડર સાથે શું થયું :ચારેય શખ્સો કારમાં બેસી ગયા બાદ થોડે આગળ કાર ચાલતા લચ્છુ પાવ ગાંઠિયાબી દુકાન આવતા બિલ્ડર સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. બિલ્ડર હિતેશભાઈને એક શખ્સે કાઢેલી છરી હાથે ઇજા કરી ગઈ તો બાદમાં એક શખ્સે પગના ભાગે છરી મારી હતી. 5થી 7 થપાટો મારી હતી. બાદમાં એક શખ્સે પોતે કાર ચલાવીને કારને રુવા ગામે લઈ ગયો હતો. ત્યાં બાલા હનુમાનથી આગળ અંધારામાં ઉભી રાખી 50 લાખની માંગણી કરવામાં આવી હતી. બિલ્ડરે પોતાની પત્નીના ઘરેણાં આપશે તેમ જણાવતા પોતાની પત્નીને ફોન કર્યો હતો. જોકે ફોનમાં પત્નીએ કૂતરાને વાગ્યું હોવાથી મોડું થશે તેમ જણાવ્યું હતું. આમ ફરિયાદમાં નોંધાયું છે.
છુટકારો કેવી રીતે થયો બિલ્ડરનો :રુવા ગામ પાસે કારમાં અંતે ચાર શખ્સોને બિલ્ડરે ખાતરી પૈસા આપવાની આપતા કારને ચાલકો દિવાનપરા અને ત્યાંથી કણબીવાડ લઈ ગયા હતા. ત્યાં ચારેય કારમાંથી ઉત્તરીને પોલીસને જાણ કરી તો મારી નાખીશું તેવી ધમકી આપી હતી. આમ ચારેય અજાણ્યા શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપીને અપહરણ કરી ખંડણી 50 લાખની માંગી હોવાની ફરિયાદ હિરેશભાઈ ઘોઘારીએ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આ શખ્સો સામે નોંધાવી છે.