ગુજરાત

gujarat

ETV Bharat / state

એશિયાનું એકમાત્ર કાળીયાર નેશનલ પાર્ક 15 ઓક્ટોબરથી ખુલ્લું મૂકાશે - કાળીયાર નેશનલ પાર્ક

દેશનું પણ એકમાત્ર કાળા હરણોનું રક્ષિત અભયારણ્ય કાળીયાર નેશનલ પાર્ક ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં વેળાવદર ખાતે ( Bhavnagar Black Buck National Park ) આવેલું છે. આ અભયારણ્ય નિહાળવા માટે આગામી 15 ઓક્ટોબરથી ખુલ્લું ( Black Buck National Park open from October 15 ) મૂકવામાં આવશે. ચોમાસાની સીઝનમાં અભયારણ્ય બંધ રાખવામાં આવ્યું હતું.

એશિયાનું એકમાત્ર કાળીયાર નેશનલ પાર્ક 15 ઓક્ટોબરથી ખુલ્લું મૂકાશે
એશિયાનું એકમાત્ર કાળીયાર નેશનલ પાર્ક 15 ઓક્ટોબરથી ખુલ્લું મૂકાશે

By

Published : Oct 13, 2022, 9:11 PM IST

ભાવનગર સમગ્ર એશિયામાં ગૌરવ લેવા જેવી બાબત અને દેશનું પણ એકમાત્ર કાળા હરણોનું રક્ષિત અભયારણ્ય કાળીયાર નેશનલ પાર્ક ( Bhavnagar Black Buck National Park ) ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આવેલું છે. આ નેશનલ પાર્કં કાળીયારની વિવિધ પ્રજાપતિ સાથે લુપ્ત થતાં પક્ષી ખડમોરના વસવાટ માટે પણ જાણીતું છે. ત્યારે ભાવનગર શહેરથી 67 કિલોમીટરના અંતરે ભાલના વેળાવદર ગામે સ્થપાયેલ કાળીયાર નેશનલ પાર્કમાં આરક્ષિત પ્રજાતિનો સંવંનકાળ પૂર્ણ થતાં આગામી તા.15 ઓક્ટોબરથી મુલાકાતીઓ માટે પુનઃ ખુલ્લું ( Black Buck National Park open from October 15 )મૂકવામાં આવશે

વિદેશી ટુરીસ્ટો મોટી સંખ્યામાં મુલાકાતે આવે છેકાળીયાર નેશનલ પાર્ક ( Bhavnagar Black Buck National Park )ની દર વર્ષે વિદેશી ટુરીસ્ટો મોટી સંખ્યામાં મુલાકાતે આવે છે. ઉપરાંત હરણ કુળના પ્રાણીઓ પર અભ્યાસ રીસર્ચ કરતાં વિદ્યાર્થીઓ પણ દુનિયાભરમાંથી આવે છે. ત્યારે વન વિભાગ દ્વારા પ્રવાસીઓ મુલાકાતીઓને આવકારવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

ચોમાસાની સીઝનમાં અભયારણ્ય બંધ હતું

જૈવ વૈવિધ્ય લોકોના અભ્યાસ માટે એક આકર્ષણનું કેન્દ્ર છેકાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન ( Bhavnagar Black Buck National Park )એ ભાલ વિસ્તાર ભાવનગર જિલ્લાનું એક બહુમૂલ્ય નજરાણું છે. અહીંનું જૈવ વૈવિધ્ય લોકોના અભ્યાસ માટે એક આકર્ષણનું કેન્દ્ર છે. મૂક્ત રીતે વિહરતાં કાળીયારો ઉપરાંત વરૂ અને ખડમોર જેવાં વન્યજીવોની ભારતભરમાં સંખ્યા ઘટી રહી છે. ત્યારે આ વિસ્તાર અને તેનું વન્યજીવન સં૨ક્ષણ અને લોકોના સહકારથી ખૂબ સારી રીતે સચવાયેલાં છે. ખાસ કરીને ઓકટોબ૨થી ફેબ્રુઆરી મહિના સુધી યાયાવર પક્ષીઓ માટે આ વિસ્તાર અભય સ્થાન છે.

પ્રવાસીઓ માટે બુકીંગ પ્રવાસીઓને રાત્રી રોકાણ માટે ઈકો ટૂરિઝમ ડેવલપમેન્ટ કમિટી, વેળાવદર હસ્તકની ડોરમેટરીમાં જ બુકીંગ ઉપલબ્ધ રહેશે. તમામ પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓને અગાઉથી બુકીંગ માટે મો. નં. 63532 15151 ૫૨ સંપર્ક ક૨વાં મદદનીશ વન સંરક્ષક, કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન ( Bhavnagar Black Buck National Park ), વેળાવદર, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

ABOUT THE AUTHOR

...view details