ગુજરાત

gujarat

ETV Bharat / state

The Kerala Story: ભાવનગરમાં અલંગના વ્યવસાયકારે 'ધ કેરલા સ્ટોરી' ફિલ્મ 400 યુવતીઓ સાથે નિહાળી - ફિલ્મ 400 યુવતીઓ સાથે નિહાળી

ભાવનગર શહેરમાં 'ધ કેરલા સ્ટોરી' ફિલ્મ સીનેમાઓમાં લાગી ગયા બાદ ભાવનગરના અનેક લોકો ખાસ જોવા જઇ રહ્યા છે. અલંગના વ્યવસાયકારે પોતાના માત્ર પરિવાર નહિ પરંતુ શહેરની બને તેટલી યુવતીઓ આ ફિલ્મ જોઈ શકે તે માટે આયોજન કર્યું હતું. હિન્દૂ-મુસ્લિમ દરેક યુવતીઓએ આ ફિલ્મ નિહાળી હતી.

alang-businessman-in-bhavnagar-watched-the-kerala-story-movie-with-400-girls
alang-businessman-in-bhavnagar-watched-the-kerala-story-movie-with-400-girls

By

Published : May 11, 2023, 8:15 PM IST

અલંગના વ્યવસાયકારે 'ધ કેરલા સ્ટોરી' ફિલ્મ 400 યુવતીઓ સાથે નિહાળી

ભાવનગર: ભારતમાં 'ધ કાશ્મીર ફાઇલ્સ' બાદ બીજી 'ધ કેરલા સ્ટોરી' દેશની ટોક ઓફ ધ કન્ટ્રી ફિલ્મ બની ગઈ છે. ભાવનગરમાં અલંગના નવયુવાન વ્યવસાયકાર દ્વારા કોલેજની યુવતીઓને નિશુલ્ક કેરેલા સ્ટોરી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. ધ કેરેલા સ્ટોરી જોવા આવેલી યુવતીઓમાં હિન્દુ અને મુસ્લિમ બંને પ્રકારની ધર્મની યુવતીઓએ ફિલ્મ નિહાળી હતી. ફિલ્મમાં દર્શાવવા પાછળનો ઉદ્દેશ્ય એકમાત્ર રાષ્ટ્રપ્રેમ અને દીકરીઓને સાવચેત થવાનો સંદેશો હતો.

'ફિલ્મ ખૂબ જ સારી લાગી. શીખવાની વાત એ છે કે બીજા સાથેનો વ્યવહાર અને કોઈના ઉપર કેટલો વિશ્વાસ કરવો જોઈએ તે આમાં દર્શાવાયુ છે. ધર્મ ગમે તે હોય પણ એક તો ગર્લ્સ છું તો એટલું જ વિચારવાનું રહે છે કે વિશ્વાસ મારે કોના ઉપર કરવો જોઈએ. અજાણ્યા ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ.'-સૈયદ ઈયમે, મુસ્લિમ યુવતી

400 યુવતીઓએ નિહાળી ફિલ્મ:ભાવનગરના મહાનગરપાલિકા સામે આવેલા EP સિનેમા ખાતે આ યુવતીઓને નિશુલ્ક ફિલ્મ દર્શાવવામાં આવ્યું હતું. કાર્તિક સોમાણીએ જણાવ્યું હતું કે પ્રથમ તેઓ પોતાના પરિવારની દીકરીઓ અને મહિલાઓ સાથે 'ધ કેરલા સ્ટોરી' ફિલ્મ નિહાળવાના હતા પરંતુ ફિલ્મ વિશે વધુ જાણકારી મળતા તેમને રાષ્ટ્રપ્રેમ હેતુ અને ભારતની દરેક ધર્મની દીકરીઓ આ ફિલ્મની નીહાળીને જાગૃત બને તેવા ઉદ્દેશ્યથી તેમને 400થી વધુ યુવતીઓને નિશુલ્ક ફિલ્મ દર્શાવી હતી. જેનો લાભ મોટી સંખ્યામાં યુવતીઓએ લીધો હતો.

'ધ કેરલા સ્ટોરી' દરેક યુવતીઓએ અચૂક જોવી જોઈએ. જે રીતે ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે પોતાના માતા પિતાને તેઓ બનતા બનાવ વિશે જણાવતા નથી અને વાત શેર કરતા નથી અને તે લોકો ધીરે ધીરે ફસાતા જાય છે. યુવતીઓએ ખાસ કરીને આ પ્રકારની ઘટનાઓમાં માતા પિતા સાથે મિત્ર જેવો વ્યવહાર કરીને દરેક વાત યુવતીઓએ શેર કરતા રહેવું જોઈએ.'-દિવ્યા બારૈયા

અલંગના વ્યવસાયકારે કર્યું આયોજન:યુવતીએ કાર્તિક સોમાણી અને હેતસ્વી સોમાણીનો આભાર માન્યો હતો. અલંગના વ્યવસાયકારે આશરે 400 થી વધારે યુવતીઓને આ ફિલ્મ દર્શાવી અંદાજે 30,000 થી વધારે કિંમતનો ખર્ચ કર્યો હતો. જોકે આ ખર્ચની પાછળ તેમનો રાષ્ટ્રપ્રેમ અને દેશની દરેક દીકરીઓ જાગૃત બને તેવો હોવાનું કાર્તિક સોમણીએ જણાવ્યું હતું.

The Kerala Story: 'ધ કેરલા સ્ટોરી' ફિલ્મ જોવા જતી મહિલાઓ માટે નિઃશુલ્ક રિક્ષા સેવા

The Kerla Story: 'ગુજરાતમાંથી 40,000 છોકરીઓ ક્યાં ગઈ?' કેરલા સ્ટોરી સમાન ગુજરાતમાંથી ગુમ યુવતીઓ પર મહારાષ્ટ્રમાં રાજકારણ

ABOUT THE AUTHOR

...view details