મળતી માહિતી મુજબ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ ભાવનગર શહેરમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમિયાન બાતમીના આધારે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર પોલીસ સ્ટેશનના લૂંટના ગુન્હામાં નાસતો ફરતો આરોપી મનજી ઉર્ફે લાલો ઉર્ફે લાલી દોલાભાઇ વાઘેલા (ઉ.વ.19 રહે. મૂળ ગામ ગરીપરા તા.ઘોઘા) ભાવનગરના સહકારી હાટ નજીક આવેલ રીલાયન્સ પેટ્રોલ પંપ સામે આવેલ જવાહર મેદાનમાં આવ્યો છે.
ઘરફોડ ચોરી-લૂંટના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો - Gujarati news
ભાવનગરઃ ભાવનગર LCB પોલીસને મોટી સફળતા મળી છે. જેમાં છેલ્લા1 વર્ષથી ભાવનગર સહિત અલગ-અલગ 3 જિલ્લામાં ઘરફોડ ચોરી અને લૂંટના ગંભીર ગુન્હામાં ફરાર આરોપી ઝડપાયો છે.
જેના આઘારે જગ્યા ઉપર જઇ તપાસ કરતા બાતમી વાળો ઇસમ મળી આવતા તેની પૂછપરછ કરતા આરોપી વલ્લભીપુરમાં 1 વર્ષ પૂર્વે લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી. પોલીસની વિશેષ પૂછપરછમાં આરોપી ભાંગી પડતા જણાવ્યું કે, રાજકોટ ગ્રામ્યમાં આવેલા ગોંડલમાં છેલ્લા 1 વર્ષ દરમિયાન 3 અલગ-અલગ સ્થળોએ ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. આ ઉપરાંત છેલ્લા1 વર્ષ દરમિયાન આરોપીએ ભાવનગર જિલ્લાના પાલીતાણા ,ગારીયાધાર, બોટાદ અને ઉમરાળામાં પણ અલગ-અલગ સ્થળોએ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. આ તમામ ઘરફોડ ચોરીના ગુના છેલ્લા 1 વર્ષ દરમિયાન પોલીસ ચોપડે નોંધાયા છે અને સંબંધિત પોલીસ સ્ટેશનમાં તેની વિધિવત પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી.આ તમામ ગુનાઓમાં આ આરોપી ફરાર હતો જેને ભાવનગરની એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો.