ભાવનગર: ભાવનગરના મહુવા તાલુકામાં વહેલી સવારે નેશનલ હાઇવે પર ઉમણિયાવદર ગામ પાસે રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અતુલ રિક્ષા ચાલક સહિત સવાર બે શિક્ષકાઓના મૃત્યુ નિપજ્યા હતા. બનાવ બાદ લોકોના ટોળા સ્થળ ઉપર એકત્રિત થયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે રિક્ષાનો ભુકો બોલાઈ ગયો હતો. મહુવા નેશનલ હાઈવે મોતની ચીચીયારીથી ગૂંજી ઉઠ્યું હતું.
મહુવાના ઉમણિયાવદર ગામે નજીક અકસ્માત:ભાવનગર જિલ્લાની મહુવાના થી ચાર કિલોમીટર હનુમાન શાળા તરફ જતી અતુલ રીક્ષાનો અકસ્માત સર્જાયો હતો. હનુમંત શાળાની બે શિક્ષિકાઓને લઈને જતા અતુલ ઓટો રીક્ષા ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. સવારે 8 કલાકે રિક્ષામાં સવાર શિક્ષિકા આરજુબેન ઝાહિરભાઈ જલાલી, જિજ્ઞાબેન જવાહરભાઈ ધામી અને રીક્ષા ચાલક સાહિલભાઈ મહિડાને ગંભીર ઇજાઓ અકસ્માતમાં થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ બાદ લોકોના ટોળા થલ પર એકત્રિત થઈ ગયા હતા.
બનાવમાં બે શિક્ષિકાના મોત:વહેલી સવારમાં મહુવાથી 4 km દૂર હનુમંત શાળાએ જતી રીક્ષા સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડાતા રીક્ષા આગળથી ભુક્કો બોલી ગઈ હતી. અકસ્માત ઉમણીયાવદર ગામ નજીક સર્જાતા હનુમંત શાળાની બે શિક્ષિકાઓ અને રીક્ષા ચાલકને ઇજા થતાં સારવારમાં લઈ જતા હોસ્પિટલના તબીબે મૃત્યુ જાહેર કર્યા હતા.