- 179 CCTV કેમેરા પર ઇ-ચલણ અને બનેલા ગુન્હાઓનો ભેદ ઉકેલવામાં સફળતા
- CCTVની મદદથી 2 હત્યાના બનાવ, લૂંટ અને ચેઇન સ્નેચિંગ જેવા 11 બનાવ હલ કર્યા
- રિપેરીંગના કારણે અને વાવાઝોડાને પગલે કેટલાક CCTV કેમેરા બંધ
ભાવનગર :શહેરમાં CCTV પ્રોજેકટ વાવાઝોડામાં અસરગ્રસ્ત થયો તો તો કેટલાક કેમેરા નવીનીકરણમાં અને મરામતમાં બંધ રહ્યા હતા. ત્યારે હાલમાં 179 CCTV કેમેરા પર ઇ-ચલણ અને બનેલા ગુન્હાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. નેત્રમ પ્રોજેકટ ચાલુ છે અને શહેરમાં પ્રારંભ થનારો પ્રથમ નેત્ર પ્રોજેક્ટના કેમેરા હાલ બંધ છે.
CCTV કેમેરાની મદદથી 20 હજાર જેટલા ગુન્હા ઉકેલાયા સંપૂર્ણ શહેરમાં 272 આસપાસ કેમેરા છે
શહેરમાં તીસરી આંખ એટલે નેત્ર પ્રોજેકટ, હા પણ હવે નેત્ર અને નેત્રમ એમ બે પ્રોજેકટ CCTVના છે. જેમાં હાલ નેત્રમના શહેરમાં 181 કેમેરાઓ ચાલુ છે. જ્યારે શહેરમાં સંપૂર્ણ કેમેરા 272 આસપાસ છે. સરકારના વિશ્વાસ પ્રોજેકટ હેઠળ 333 કેમેરા નાખવાની કામગીરી હાથ ઉપર છે. જોકે, રિપેરીંગના કારણે અને વાવાઝોડાને પગલે CCTV કેમેરા કેટલાક બંધ છે. પરંતુ તેમાં હાલ કામગીરી શરૂ છે. અને ટૂંક સમયમાં તે પણ યથાવત થઈ જશે. તેમ DSPએ જણાવ્યું હતું.
CCTV કેમેરાની મદદથી 20 હજાર જેટલા ગુન્હા ઉકેલાયા આ પણ વાંચો : રોડ પર લાગેલા CCTVના જંકશન બોક્સમાંથી સામાન ચોરી કરનારની ધરપકડ
વાવાઝોડામાં અને રિપરિંગના કારણે બંધ કેમેરાથી તકલીફ ઉભી થઇ રહી
Bhavanagar POlice માટે CCTV તીસરી આંખ છે. પરંતુ બંધ કેમેરાથી પણ ક્યારેક નુકસાન થઇ રહ્યું છે. ગુન્હાને ઉકેલવામાં કેમેરાની જરૂર પડે છે. વાવાઝોડામાં અને રિપરિંગના કારણે બંધ કેમેરાથી તકલીફ તો ઉભી થાય છે. પરંતુ પોલીસે હાલના દિવસ સુધી 2 હત્યાના બનાવ, લૂંટ અને ચેઇન સ્નેચિંગ જેવા 11 બનાવ, કિડનેપિંગ જેવા 2 બનાવોમાં મદદરૂપ થયા છે.
CCTV કેમેરાની મદદથી 20 હજાર જેટલા ગુન્હા ઉકેલાયા આ પણ વાંચો : સુરેન્દ્રનગર : પાટડીમાં તંત્ર દ્વારા સુરક્ષા સેતુ હેઠળ લગાવેલા CCTV કેમેરા બંધ
20 હજાર આસપાસ ગુન્હા CCTVથી હલ થયા
અકસ્માત અને હિટ એન્ડ રન જેવા 18 બનાવ અને ગુમ થયાના 18 બનાવ તેમજ રેલી બંદોબસ્ત જેવા 10 બનાવો અને અન્ય 41 બનાવ, ટ્રાફિક સમસ્યા માટે 121 બનાવ અને કોરોનાનું પાલન નહીં કરનાર 160 જેટલા બનાવમાં CCTV કેમેરા આશીર્વાદરૂપ બન્યા છે. આમ, આશરે 20 હજાર આસપાસ ગુન્હા આજદિન સુધીમાં CCTVથી હલ થયા છે. ત્યારે બંધ કેમેરા પણ શરૂ થશે તો શહેરના ખૂણે ખૂણામાં પોલીસની તીસરી નજર રહેશે તે નિશ્ચિત છે.
CCTV કેમેરાની મદદથી 20 હજાર જેટલા ગુન્હા ઉકેલાયા