ગુજરાત

gujarat

By

Published : Jan 10, 2021, 10:09 PM IST

Updated : Jan 11, 2021, 4:46 PM IST

ETV Bharat / state

ઉત્તરાયણ સ્પેશિયલ: માણો દેશી વાનગીમાં વિદેશી ટ્વીસ્ટ ધરાવતા ફોન્ડ્યુનો આસ્વાદ

ઉત્તરાયણ નિમિત્તે લોકો અવનવી વાનગીઓનો આસ્વાદ માણતા હોય છે. ત્યારે ઇટીવી ભારતના માધ્યમથી ભાવનગરના ક્રિષ્નાબેન બોસમિયા ફોન્ડ્યું બનાવવાની રેસિપી રજૂ કરી રહ્યા છે.

ઉત્તરાયણ પર્વ નિમિત્તે બનાવો દેશી અને વિદેશી રેસીપીનું મિશ્રણ ફોનડ્યું
ઉત્તરાયણ પર્વ નિમિત્તે બનાવો દેશી અને વિદેશી રેસીપીનું મિશ્રણ ફોનડ્યું

  • ભાવનગરના ક્રિષ્નાબેને ઉત્તરાયણ નિમિત્તે રજૂ કર્યું ફોન્ડ્યુંની રેસિપી
  • જુઓ ફોન્ડ્યુંની રેસિપી
  • દેશી આઈટમ સાથે વિદેશી આઈટમ મિક્ષ

ભાવનગરઃ શહેરના ક્રિષ્નાબેન બોસમિયાએ ઇટીવી ભારતના માધ્યમથી ફોન્ડ્યું બનાવવાની રેસિપી રજૂ કરી છે. ઉત્તરાયણના પર્વ નિમિતે દરેકને સારી વાનગી આરોગવાની ઈચ્છા હોય છે, ત્યારે વિદેશી ખાણી પીણીને ક્રિષ્નાબેને દેશી ઓપ આપીને નવી રેસિપી સાથે અને ફોનડ્યુંની રેસિપી રજૂ કરી છે. ઉત્તરાયણ પર્વ નિમિત્તે લોકો છત પર પતંગ સાથે સારા ભોજનની મજા માણતા હોય છે. સૌ કોઈ પોતાની રીતે અવનવી વાનગીઓ અથવા સારી આઇટમો બનાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા હોય છે.

ઉત્તરાયણ

ખાણી પીણીના શોખીનો માટે નવીન વાનગી

ETV BHARATના માધ્યમથી ઉત્તરાયણ નિમિત્તે અમે વાચકો માટે ખાસ વાનગીઓ પીરસવાની કોશિશ કરી છે. આમ તો આપણે દેશી ખાણીપીણી બનાવતા જ હોઈએ છીએ, ત્યારે અમે તમને દેશી અને વિદેશી એમ બંને પ્રકારની વાનગીઓ નવા રૂપે રજૂ કરી રહ્યા છીએ. નામ સાંભળીને કદાચ તમને વિચિત્ર લાગશે પણ વિદેશ યાત્રા કરનારા અને ખાણી પીણીના શોખીન આ નામથી પરિચિત હોય છે. ભાવનગરના ક્રિષ્નાબેન બોસમિયા પાસેથી ફોન્ડ્યુંનો સ્વાદ લેવાની ઈચ્છા આપને પણ થશે. જાણીએ રેસિપી કઈ રીતે દેશી આઈટમ સાથે વિદેશી આઈટમ મિક્ષ કરીને નવો સ્વાદ તમે ઉત્તરાયણ પર લઈ શકો છો.

ચાલો જાણીએ રેસિપી અને સામગ્રી

1. શીંગદાણા

2.ટોપરું

3.બદામ , કાજુ

4. દૂધ

5. કોન્ફ્લોર

6.મીઠું,મરી

7.ઓરેગાનો

ફોનડયું બનાવવાની રીત

ફોનડયું બનાવવાની આગળની રાત્રીએ કાજુ, બદામ, પિસ્તા, શિંગ વગેરે ગરમ નવશેકું પાણી કરીને પલાળી દો અને બીજા દિવસે સવારમાં તેનું પેસ્ટ બનાવી લો. રેસિપી પ્રથમ તમારા ગેસ ઉપર એક વાસણ મુકો અને તેમાં ઘી નાખો ધીમા તાપે ઘીને ગરમ થવા દો ત્યાં સુધીમાં એક વાટકીમાં દૂધ અને કોન્ફ્લોર મિક્ષ કરી પેસ્ટ બનાવો પણ હા ગોળીઓ ના રહે તેમ હલાવવું અને તુરંત તમે ઘીમાં નાખી દો સાથે રાત્રે કાજુ બદામના બનાવેલા પેસ્ટને તેમાં નાખો સાથે મીઠું અને મરી પણ નાખો બાદમાં જ્યાં સુધી ઘટ આવે નહીં ત્યાં સુધી હલાવો અને બાદમાં ઉતારી લો. ફોનડયું સાથે આરોગવા માટે નિચેમી ચિઝો ફોનડયું તૈયાર થાય બાદમાં તેની સાથે લીલા શાકભાજી, ઢોકળા અથવા તમને ગમતાં ફરસાણ બનાવીને સ્ટીક મારફત આરોગી શકો છો. ફોનડ્યુનું સ્ટેન્ડ નહીં હોવાથી શું કરવું ફોનડયુંનું સ્ટેન્ડના હોઈ ત્યારે નાની ઘોડી માટલું મુકવાના સ્ટેન્ડમાં ફોનડયાનું વાસણ મૂકીને નીચે દીવો કરીને તમે ગરમ ફોનડયા સાથે સ્વાદ માણી શકો છો.

Last Updated : Jan 11, 2021, 4:46 PM IST

ABOUT THE AUTHOR

...view details