ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાંથી અધધ...વાહનો ચોરી કરીને વહેંચતા ટેણીયા સહિત એક ઝડપાયો

જિલ્લાના ઇટર્નલ મોટર્સમાંથી નવી એક્ટિવા, સ્કૂટર અને સાઈન નામની બાઇક મળી 13 વાહનોની ચોરી કરતા ત્રણ ઝડપાયા છે. ઇટર્નલ મોટર્સમાં જ કામ કરતો સગીર વાહન ચોરી કરતો અને બહાર અન્ય બે મિત્રોને આપતો હતો. આમ, 8 લાખના વાહનોની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે.

વાહનો ચોરી કરીને વહેંચતા ટેણીયા સહિત એક ઝડપાયો
વાહનો ચોરી કરીને વહેંચતા ટેણીયા સહિત એક ઝડપાયો

By

Published : Feb 19, 2020, 2:55 PM IST

ભાવનગર : જિલ્લામાં 13 નવા વાહનોની ચોરી કરનારા ત્રણ શખ્સોને ફરિયાદના આધારે પોલીસે ઝડપી લીધા છે. ઇટર્નલ મોટર્સના સેલ્સ મેનેજરની ફરિયાદ બાદ પોલીસને મોટો ગુનો ઉકેલવામાં સફળતા મળી છે.

વાહનો ચોરી કરીને વહેંચતા ટેણીયા સહિત એક ઝડપાયો
ઇટર્નલ મોટર્સના સેલ્સ મેનેજરે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમને ત્યાંથી વાહનોની ચોરી થઈ છે. એક નહિ બે નહિ પણ 13 જેટલા નવા વાહનો જેનું હજુ પાસિંગ પણ આરટીઓમાં ન થયું હોય તેવા વાહનો ચોરાઇ ગયા હતા.

આ સમગ્ર ફરિયાદના આધારે પોલીસે 3 યુવકોને ઝડપી લીધા છે. જેમાં બે સગીર અને એક યુવક મળીને વાહનો ચોરી અને વહેચી નાખતા હતાં. 2019માં ઇટર્નલ મોટર્સમાં કામ કરતા સગીર યુવક નવી એક્ટિવા સ્કૂટર ચોરી કરતો હતો અને ટોફિક નામના યુવકને આપતો હતો. આમ, ત્રણની ટોળકી મળીને વાહનો ચોરી કરતા હતા. પોલીસે ત્રણેયને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details