ભાવનગરઃ પાલીતાણાના વડાળ ગામે વરસાદ સમયે ખેતરમાં કામ કરતા ખેડૂત પર વીજળી ત્રાટકી હતી. ખેડૂતને ઇજા થતાં પાલીતાણા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન જ ખેડૂતનું મૃત્યુ થયું હતું.
પાલીતાણાના વડાળ ગામે ખેડૂત પર વીજળી પડતા મોત - palitana
ભાવનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ તાલુકામાં કડાકા અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભાવનગરના પાલીતાણામાં મોડી સાંજે ગાજવીજ સાથે થયેલા વરસાદમાં એક ખેડૂત પર વીજળી પડતા તેમનું મોત થયું છે.
પાલીતાણાના વડાળ ગામે ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદ દરમિયાન ખેતરમાં કામ કરતાં એક ખેડૂત પર વીજળી પડી હતી. આ ઘટના બનતાં જ ત્યાં હાજર રહેલા અન્ય ખેડૂત જેશીંગભાઈ તેમની મદદે પહોંચ્યા હતા. જોકે બાદમાં તરત જ ખેડૂતને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન ખેડૂતે અંતિમ શ્વાસ લીધા હતાં.
ભારે વરસાદને પગલે વીજળી પડવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. જોકે ગુજરાતમાં આ પ્રમાણ ઓછુ છે એમ કહી શકીએ. જ્યારે બિહારમાં અને ઝારખંડમાં આ વર્ષે વીજળી પડવાના અનેક બનાવો બન્યા છે. જેમાં કેટલાય લોકો મોતને ભેટયા છે.